રાજ્યમાં કોરોના કેસમાં ધીમેધીમે વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ 145 કોરોનાના કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના 23 દર્દીઓ નોંધાયા છે. કોરોનાના 223માંથી માત્ર 11 દર્દીઓ હોસ્પિટલમાં છે.
ગુરુવારે રાજ્યમાં કોરોનાના 4 નવા કેસ નોંધાયા હતા. સગરામપુરાના 75 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ગોડાદરાની 60 વર્ષીય મહિલાને પણ કોરોના થયો છે. આ ઉપરાંત રાંદેર રામનગરના 44 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઉધના-મગદલ્લા રોડ પર રહેતી 61 વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
વિશ્વના ઘણા દેશોની સાથે ભારતમાં પણ કોરોના ચેપના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસ સતત તેના પ્રકારો બદલી રહ્યો છે. ભારતમાં આના એક્ટિવ કેસોની સંખ્યા 1200 પાર પહોંચી ગઈ છે. સૌથી વધારે કોરોનાના કેસ કેરળમાં 430 છે. તેના પછી મહારાષ્ટ્ર(285), કર્ણાટક(126) અને દિલ્હી (104) માં છે. કોરોનાના સબવેરિયન્ટથી સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે.
