ટેલિગ્રામથી- ટેરાબોક્સ સુધીના પ્લેટફોર્મ પર પાઇરસી માફિયાઓ બેફામ
ભારતીય સિનેમાની સૌથી મોટી એક્શન ફિલ્મોમાંની એક ગણાતી ’ધુરંધર-2’ આજે રિલીઝ થઈ છે, પરંતુ તેની સાથે જ સોશિયલ મીડિયા પર એક અશુભ સમાચાર વાયરલ થયા છે. ટેલિગ્રામ, રેડિટ અને ટેરાબોક્સ જેવા પ્લેટફોર્મ્સ પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે આખી ફિલ્મ 4ઊં રિઝોલ્યુશન અને 60રાત ની શાનદાર ગુણવત્તામાં લીક થઈ ગઈ છે. કેટલાક યુઝર્સ તો 72GB જેવી વિશાળ ફાઈલ હોવાની વાતો કરી રહ્યા છે, જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ ફેલાવી દીધો છે. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઇન્ટરનેટ પર Dhurandhar 2 Full Movie Download” જેવા કીવર્ડ્સ સર્ચ કરવાનું પ્રમાણ અચાનક વધી ગયું છે, જે નિર્માતાઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
પાઇરેસીના આ જોખમ વચ્ચે ડિજિટલ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ લિંક્સ મોટે ભાગે ’ક્લિકબેટ’ અથવા ’માલવેર’ હોઈ શકે છે. વાસ્તવમાં, ઘણી લિંક્સ પર ક્લિક કરવાથી યુઝર્સના ડેટા ચોરી થવાનું જોખમ રહેલું છે. ટેલિગ્રામ પર શેર કરવામાં આવતી ઝીપ ફાઈલોમાં અસલ ફિલ્મ હોવાને બદલે જૂના ફૂટેજ અથવા વાયરસ હોવાની પૂરેપૂરી શક્યતા છે. ઘણા વપરાશકર્તાઓ ફરિયાદ કરી રહ્યા છે કે ડાઉનલોડિંગ લિંક્સ ખુલતી નથી અથવા તેમાં “ટ્રાફિક લિમિટ એક્સીડેડ” જેવી ભૂલો બતાવી રહી છે. આ સ્થિતિ સૂચવે છે કે કાં તો આ લિંક્સ નકલી છે અથવા પાઇરેસી વિરોધી ટીમોએ તેને બ્લોક કરવાનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂૂ કરી દીધું છે.
ફિલ્મના નિર્માતાઓએ અગાઉથી જ સ્ક્રિપ્ટ અને ફૂટેજને અત્યંત સુરક્ષિત રાખ્યા હોવા છતાં, સોશિયલ મીડિયા પર ફિલ્મના અમુક મહત્વના સીન્સ વાયરલ થતા ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રણવીર સિંહ અને સંજય દત્ત વચ્ચેના ક્લાઈમેક્સ દ્રશ્યોના સ્પોઈલર્સથી બચવા માટે અસલ સિનેપ્રેમીઓ અન્ય લોકોને થિયેટરમાં જઈને જ ફિલ્મ જોવાની અપીલ કરી રહ્યા છે. ભારતમાં પાઇરેસી એક કાયદેસરનો ગુનો છે અને આવી સામગ્રી જોવી કે શેર કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાલમાં તો ’ધુરંદર 2’ ના મેકર્સ આ અફવાઓ પર નજર રાખી રહ્યા છે અને લોકોને કાયદેસરના માર્ગે જ ફિલ્મ માણવાની વિનંતી કરી રહ્યા છે.
