રાજકોટમાં i-Hubનું પ્રાદેશિક કેન્દ્ર બનશે MICE ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા આયોજન

ગુજરાત મિરર, ગાંધીનગર તા.18 ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સતત પાંચમી વખત…

ગુજરાત મિરર, ગાંધીનગર તા.18
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું છે. ’વિકસિત ગુજરાત 2047’ના વિઝન સાથે રજૂ થયેલા આ બજેટમાં રંગીલા રાજકોટને વિકાસની નવી પાંખો મળી છે.

રાજકોટના યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે આ સૌથી મોટા સમાચાર છે. અમદાવાદની જેમ હવે રાજકોટમાં પણ ’i-Hub’નું પ્રાદેશિક કેન્દ્ર શરૂૂ કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક સ્તરે નવા વ્યવસાયો અને ટેકનોલોજીને વેગ મળશે.

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક આવેલા હીરાસરને ’સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી રાજકોટની આસપાસના વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે.

રાજકોટમાં બિઝનેસ કોન્ફરન્સ, એક્ઝિબિશન અને મોટા કાર્યક્રમો માટે MICE ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. આ માટે રાજ્યના ચાર શહેરો (રાજકોટ સહિત) માટે કુલ 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને રાજકોટની કનેક્ટિવિટી સુધારવા માટે હાઈ-સ્પીડ કોરિડોરના કામોને વેગ અપાશે.

રાજકોટ જિલ્લામાં વધુ સરકારી શાળાઓને અત્યાધુનિક ’પી.એમ. શ્રી’ મોડેલ હેઠળ અપગ્રેડ કરવામાં આવશે. જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં નવા સાધનો અને સુવિધાઓ માટે અલગથી બજેટ ફાળવાયું છે. રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે ₹31 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે 90 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹167 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹153 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *