રાજકોટ-જામનગરની વેટરન ટીમે હોસ્ટ મહેસાણા વેટરન ટીમને 3-2થી હરાવી

મહેસાણામાં ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશનની ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચમા શાનદાર જીત મહેસાણા યુનાઇટેડ ફૂટબોલ કલબ દ્વારા આયોજિત ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશનની ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ થયો છે.…

મહેસાણામાં ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશનની ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચમા શાનદાર જીત

મહેસાણા યુનાઇટેડ ફૂટબોલ કલબ દ્વારા આયોજિત ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશનની ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની વેટરન ટીમો ભાગ લઈ રહી છે. શનિવારે સવારે રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે કીક મારીને ટુર્નામેન્ટની શરૂૂઆત કરી હતી. ઓએનજીસી પાસેના આંબેડકર સ્ટેડિયમમાં યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં 40 વર્ષથી વધુ અને 50 વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમાં રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બરોડા અને સુરતની કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમાં સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ગુજરાતની 2 ટીમોએ ભાગ લીધો હતો.

રાજકોટ-જામનગરની વેટરન ટીમે હોસ્ટ મહેસાણા વેટરન ટીમને 3-2થી હરાવી હતી. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરની કેટેગરીની મેચ 2-2થી ડ્રો રહી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ખઊઞઋઈના મનોજ રાવત, સંજય ફર્નાન્ડિઝ, શંભુ યાદવ, અમિતપાલ તોમર, ભરત વાઘડિયા સહિતની ટીમે ખૂબ જહેમત ઉઠાવી છે. ગુજરાત વેટરન્સ ફૂટબોલર્સ એસોસિએશનના પ્રમુખ આનંદ જી માડમે આ ટુર્નામેન્ટની સફળતા બદલ સૌ કોઈને અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે રવિવારે મોડી સાંજે ટુર્નામેન્ટનું સમાપન થયુ હતુ. આ ટુર્નામેન્ટ મહેસાણાના યંગ બોયઝ-ગર્લ્સ અને ગુજરાતભરના વેટરન્સ માટે એક ઉત્તમ મંચ બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *