લાંબા વર્ષો બાદ રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર આગામી 20મીએ ઘેલા સોમનાથ ખાતે યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાના વિકાસ અંગેનું ચિંતન કરવામાં આવશે. તેમજ જિલ્લાના પ્રવાસન સ્થળો કઈ રીતે વેગ આપવો, પ્રવાસન સ્થળો પર સાફ-સફાઈ,નવા પ્રવાસન સ્થળનો ઉમેરો, ગ્રામ્ય વિસ્તાર વિકાસ કઈ રીતે વધારવો અને તાલુકા વિસ્તારોમાં વિકાસ કક્ષાએ પ્રાથમિક સુવિધાઓ સ્વચ્છતા સહિતની મુદ્દા ઉપર ચિંતન કરવામાં આવશે. તાલુકાઓના વિસ્તારોમાં બની રહેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સોની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સહિતની ચર્ચાઓ આ ચિંતન શિબિરમાં કરવામાં આવશે. આ ચિંતન શિબિરમાં નાયબ મામલતદાર, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના 60 થી વધુ અધિકારીઓ આ ચિંતન શિબિર હાજર રહશે.
કલેકટર પ્રભાવ જોશી એ જણાવ્યું હતું કે આગામી 20 મી ને શુક્રવારના રોજ ઘેલા સોમનાથના ખાતે રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રાજકોટ તેમજ જિલ્લાના મામલતદાર, પ્રાંત અધિકારીઓ, અન્ય લાગતા વળગતા અધિકારીઓ સહિતના અધિકારીઓને અરજદારો અને કઈ રીતે સહેલાઈથી તેઓની કામગીરી પૂર્ણ કરી શકે, કચેરી ખાતે અરજદારો સાથે વ્યવહાર, તેમજ જિલ્લાના અધિકારીઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.
રાજ્ય સરકારની યોજનાઓ સહિતના વિવિધ વિકાસના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળો વિકસાવવા અંગેની પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવશે. હાલ તાલુકા વિસ્તારોમાં પ્રવચન સ્થળોને શું સિદ્ધિ છે તે અંગેની પણ માહિતી મેળવવામાં આવશે. સાથે જ તાલુકામાં તૈયાર થયેલ રહેલા 11 જેટલા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે અને ક્યાં સુધી કામગીરી પૂર્ણ થઈ અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટેની પણ સુચનાઓ આપવામાં આવી છે.