સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ચાલતા હુકકાબાર પર દરોડો, પાન પાર્લરના સંચાલકની ધરપકડ

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર હુક્કાબાર ચલાવતા એક ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મિડલ પોઈન્ટ-2 કોમ્પ્લેક્સમાં આવેલા મિલન પાન પાર્લરમાંથી પોલીસે…

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર હુક્કાબાર ચલાવતા એક ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મિડલ પોઈન્ટ-2 કોમ્પ્લેક્સમાં આવેલા મિલન પાન પાર્લરમાંથી પોલીસે રૂ. 2,650નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (ઈંઙજ) દ્વારા સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ને સગીરો અને યુવાનોમાં નશાખોરી અટકાવવા માટે ગેરકાયદેસર હુક્કાબાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ગૃહ વિભાગ દ્વારા આવા હુક્કાબાર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેના અસરકારક અમલ માટે આ કાર્યવાહી કરાઈ હતી. એસ.ઓ.જી. સ્ટાફ સુરેન્દ્રનગર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને મિડલ પોઈન્ટ-2 કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મિલન પાન પાર્લરમાં નશીલા પદાર્થના સેવન માટે ઉપયોગમાં લેવાતા હુક્કા અને અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી.

પોલીસે મિલન પાન પાર્લરમાં તપાસ કરતા એઝાઝભાઈ મહમદભાઈ કુરેશી (ઉંમર 32, રહે. જૂની હાઉસીંગ બોર્ડ, બ્લોક નં. 1/4, સુરેન્દ્રનગર) મળી આવ્યા હતા. તેમની દુકાનમાંથી રૂ. 1,000નો એક હુક્કો, રૂ. 500ની એક હુક્કા પાઈપ, રૂ. 500ની એક ઇલેક્ટ્રિક ચાર્કોલ સ્ટાર્ટર બેટરી, રૂ. 150નું અલફહાદ ફોઈલ પેપરનું એક બોક્સ અને રૂ. 500નું શીસા એન્ડ ફ્લેવર ચાર્કોલ (કોલસો)નું એક બોક્સ મળી કુલ રૂ. 2,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલને બી.એન.એસ.એસ. કલમ-106 મુજબ કબજે લીધો હતો. આરોપી એઝાઝભાઈ કુરેશીની બી.એન.એસ.એસ. કલમ 35(1)(ઈ) મુજબ ધોરણસર અટકાયત કરવામાં આવી હતી. વધુ કાર્યવાહી માટે તેમને સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, એ.એસ.આઈ. અરવિંદસિંહ દિલુભા ઝાલા, હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ઠારણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અનિરૂૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ મીતભાઈ દિલીપભાઈ મુંજપરા, પોલીસ કોન્સ્ટેબલ સાહીલભાઈ મહંમદભાઈ સેલત અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ કરશનભાઈ વાઘેલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *