મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે પાણીના વોકળા પાસે ધમધમતી દેશી દારૂૂની 04 ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે 76,400 નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમે કાલિકાનગર ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી પાણીના વોકળા પાસેથી દેશી દારૂૂની 04 ભઠ્ઠી ઝડપી લીધી હતી અલગ અલગ ચાલુ રાખેલ ચારેય ભઠ્ઠીમાં રહેલ 600 લીટર ગરમ આથો કીમત રૂૂ 12,000 દેશી દારૂૂ બનાવવાનો ઠંડો આથાથી ભરેલ 200 લીટરના બેરલ નંગ 05 ઠંડો લીટર 1000 કીમત રૂૂ 20,000 દેશી દારૂૂ 60 લીટર કીમત રૂૂ 12,000 તેમજ ગેસના ચુલા, ટીનનં બકડીયુ, નળી અને ગેસના બાટલા સહીત કુલ રૂૂ 76,400 નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી નીલેશ બચુભાઈ ભોજવીયા અને સુરેશ જગાભાઇ કોળીના નામો ખુલતા આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.
આધેડનો આપઘાત
ટંકારા તાલુકાના છતર ગામના અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા (ઉ.વ.45) નામના આધેડ અગમ્ય કારણોસર પોતાના ઘરે એક ઢાળિયામાં લાકડાની આડશમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
યુવાનનો મૃતદેહ મળ્યો
મૂળ ઝારખંડના વતની શંકરભાઈ જયલાલપ્રસાદ મેહતા (ઉ.વ.37) નામના યુવાન ગત તા. 21 ના રોજ જુના બસ સ્ટેશન પાછળના ભાગે બેભાન હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
