રાહુલની અરજીમાં EVMના સ્વતંત્ર ઓડિટની પણ માંગ

  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના નેતાઓના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈ સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી અને…

 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના નેતાઓના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈ સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી અને પછી ત્યાં પહોંચી એક રિટ અરજી દાખલ કરી. આ અરજીમાં ચૂંટણી પંચના નિર્ણયોની ન્યાયિક તપાસ કરાવવા, વોટર લિસ્ટમાંથી હટાવેલા નામોનું વિવરણ સાર્વજનિક કરવા અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની સ્વતંત્ર તપાસ સહિત 10 ખાસ માગ કરી છે.

રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓની અરજીમાં મતદાર યાદીના પુનરીક્ષણ એટલે કે SIR ની પ્રક્રિયા, ચૂંટણી પંચની સત્તાઓ, મતદારોનાં નામ દૂર કરવા અને EVMની કાર્યપ્રણાલી સાથે જોડાયેલા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

આ અરજીમાં ચૂંટણી પંચને SIR સંબંધિત તમામ ફાઇલો, સમજૂતીઓ, બેઠકો અને વાંધાઓ સાથે જોડાયેલા રેકોર્ડ અદાલતમાં રજૂ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત, ECINET અને ERONETના ઍક્સેસ લોગ્સ અને 24 જૂન 2025 ના રોજ SIR શરૂૂ કરવાના નિર્ણય સંબંધિત ફાઇલ નોટિંગ્સ પણ માગવામાં આવી છે.

અરજીમાં સુપ્રીમ કોર્ટને તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે કે SIR સંબંધિત વિવાદાસ્પદ નિર્ણયો બંધારણની કલમ 324, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023 ની કલમ 18 તથા અગાઉના અદાલતી ચુકાદાઓને અનુરૂૂપ છે કે નહીં.

આ સંદર્ભમાં 1995 ના સેશન વિરુદ્ધ ભારત સંઘ કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારોની માગ છે કે જે નિર્ણયો યોગ્ય કાનૂની સત્તા વિના લેવામાં આવ્યા હોવાનું જણાય, તેમને રદ કરવામાં આવે.
વિપક્ષી નેતાઓએ માગ કરી છે કે મતદાર યાદી તૈયાર કરવાની અને તેમાં સુધારા કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત બંધારણીય અથવા વૈધાનિક જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

અરજીમાં સુપ્રીમ કોર્ટને ચૂંટણી પંચને SIR સંબંધિત હાલની અરજી અને સંબંધિત ફરિયાદો પર નિર્ણય લેવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. અરજદારો ઇચ્છે છે કે SIR સંબંધિત નિર્ણયો 2023 ના કાયદાની કલમ 18 અનુસાર હોય અને નિર્ણય લેવાની પ્રક્રિયાનો યોગ્ય રેકોર્ડ રાખવામાં આવે.

મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે ફોર્મ-6 નો ઉપયોગ કરવામાં આવે છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે ઑનલાઇન ફોર્મ-6 નું સ્વરૂૂપ મતદાર નોંધણી નિયમો, 1960 માં નિર્ધારિત ફોર્મને અનુરૂૂપ હોવું જોઈએ.
અરજીની મુખ્ય માગણીઓમાંની એક મતદાર યાદી અને EVM ની સ્વતંત્ર તપાસ માટે સમિતિની રચના કરવાની છે. આ માટે સુપ્રીમ કોર્ટના કોઈ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તકનીકી નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને સામેલ કરતી સમિતિ બનાવવાની વિનંતી કરવામાં આવી છે.

વિપક્ષી નેતાઓએ માગ કરી છે કે SIR દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલાં નામોની મતદાન મથકવાર યાદી પ્રકાશિત કરવામાં આવે. તેની સાથે દરેક નામ દૂર કરવાનું કારણ પણ જણાવવામાં આવે.
અરજીમાં સુપ્રીમ કોર્ટને નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે કે કાયદા હેઠળ જરૂૂરી નોટિસ આપ્યા વિના અને પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપ્યા વિના કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી દૂર કરવામાં ન આવે.

અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચારણા અને નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી તમામ રાજ્યોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવે.
અરજીના અંતમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે કેસના સંજોગોને ધ્યાનમાં રાખીને તે અન્ય એવા આદેશો પણ આપે, જેને તે જરૂૂરી માને. અરજદારોના જણાવ્યા અનુસાર, આનો હેતુ ચૂંટણી પ્રક્રિયાનું રક્ષણ કરવું અને દરેક પાત્ર નાગરિકના મતદાનના અધિકારને સુરક્ષિત રાખવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *