રાહુલ પશ્ચિમ ભારત સામે લડી રહ્યા છે: શ્રીનિવાસના ચાબખા

યુથ કોંગ્રેસના નેતા બી.વી.શ્રીનિવાસે ગુજરાત વિશે એવી ટિપ્પણી કરી છે જે રાજકીય ખળભળાટ મચાવી શકે છે. તેમણે બુધવારે કોંગ્રેસના 84માં અધિવેશનમાં કહ્યું કે જેવી રીતે…

યુથ કોંગ્રેસના નેતા બી.વી.શ્રીનિવાસે ગુજરાત વિશે એવી ટિપ્પણી કરી છે જે રાજકીય ખળભળાટ મચાવી શકે છે. તેમણે બુધવારે કોંગ્રેસના 84માં અધિવેશનમાં કહ્યું કે જેવી રીતે મહાત્મા ગાંધીજી ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. આપણા નેતા રાહુલ ગાંધી પશ્ચિમ ભારત સામે લડી રહ્યા છે.

તેમણે કહ્યું કે આ સરકાર સમાજના તમામ વર્ગોની વિરુદ્ધ છે. આ સરકારે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓની ઉપેક્ષા કરી છે. તેમણે કહ્યું કે આ લડાઈ પશ્ચિમ ભારતની છે. એટલું જ નહીં, કોઈનું નામ લીધા વિના બીવી શ્રીનિવાસાએ ઈશારામાં કહ્યું કે અમારી લડાઈ પશ્ચિમ ભારત સાથે છે. અહીંથી બે લોકો દેશ વેચી રહ્યા છે અને અહીંથી બે લોકો દેશ ખરીદવાનું કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સંવિધાન બચાવવાની લડાઈ લડી છે.આ સરકાર સંસદથી લઈને શેરીઓમાં મૌન છે. લોકો પોતાનો અવાજ ઉઠાવવા માટે સંસદમાં ચૂંટાયા છે, પરંતુ તેમના માઈક બંધ છે. બુધવારે સત્રને સંબોધિત કરનારાઓમાં રાહુલ ગાંધી, રણદીપ સુરજેવાલા, ઈમરાન પ્રતાપગઢી, ઉદિત રાજ અને ક્ધહૈયા કુમાર જેવા નેતાઓ સામેલ હતા. આ અવસરે રાહુલ ગાંધીએ ફરી પુનરોચ્ચાર કર્યો કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો 50 ટકા અનામતની મર્યાદા તોડી નાખશે.

કોંગ્રેસ નકારાત્મકતા છોડી હકારાત્મકતાનો પક્ષ બને: શશી થરૂર
પાર્ટીના વરિષ્ઠ સાંસદ શશિ થરૂૂરે કહ્યું, કોંગ્રેસે નારાજગી અને ટીકાને બદલે આશા અને સકારાત્મકતાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ. અધિવેશનમાં બોલતા, શશિ થરૂૂરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તાની બહાર હોવા છતાં, કોંગ્રેસ નવા પુનરુત્થાનની અણી પર ઉભી છે. 2024 એ અમને સારા અને ખરાબ સમાચાર બંને આપ્યા છે. લોકસભાની ચૂંટણીમાં સારું પરિણામ જ્યાં અમે અમારી તાકાત બમણી કરી પરંતુ ત્યારપછીની સંખ્યાબંધ રાજ્યોની ચૂંટણીઓમાં ખરાબ સમાચાર. અમારે પહેલા જીતેલા વોટને જાળવી રાખવા અને પુન:સ્થાપિત કરવાની જરૂૂર છે પરંતુ અમે છેલ્લી ત્રણ ચૂંટણીમાં જીતવામાં નિષ્ફળ ગયા અને તે જ આ ઠરાવ અમને દોરી જાય છે. આ એક ઠરાવ છે જેમાં અમે રચનાત્મક ટીકા વ્યક્ત કરીએ છીએ અને પાર્ટીના ઠરાવની ચર્ચા નથી.કોંગ્રેસ આશાનો પક્ષ હોવો જોઈએ, નારાજગીનો નહીં; હકારાત્મકતાનો પક્ષ, માત્ર નકારાત્મકતાનો જ નહીં, ભવિષ્યનો પક્ષ, ભૂતકાળનો જ નહીં, સકારાત્મક કથાવાળો અને માત્ર આલોચના સાથેનો પક્ષ. હું આશા રાખું છું કે આપણે રાષ્ટ્રને એક દમદાર સંદેશ સાથે અહીંથી નીકળીશું, કે અમે અહીં છીએ, અમે લડીશું, અમે સંકલ્પબદ્ધ થઈશું, આપણે સારા ભારતનું નિર્માણ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *