‘ધ પેરાડાઇઝ’માં ખતરનાક વિલનના અવતારમાં રાઘવ જુયાલ ધૂમ મચાવશે

  નેચરલ સ્ટાર નાનીની મોસ્ટ અવેટેડ સાઉથ ફિલ્મ ધ પેરાડાઇઝમાંથી બહુચર્ચિત એક્ટર રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવતા જ સિનેમાપ્રેમીઓમાં રોમાંચ બેગણો થઈ ગયો છે.…

 

નેચરલ સ્ટાર નાનીની મોસ્ટ અવેટેડ સાઉથ ફિલ્મ ધ પેરાડાઇઝમાંથી બહુચર્ચિત એક્ટર રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવતા જ સિનેમાપ્રેમીઓમાં રોમાંચ બેગણો થઈ ગયો છે. ફિલ્મ દસરાની ઐતિહાસિક સફળતા બાદ ડિરેક્ટર શ્રીકાંત ઓડેલા અને નાનીની જોડી ફરી એકવાર મોટા પડદે મોટો ધમાકો કરવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ એક્શન ડ્રામામાં રાઘવ જુયાલ વિક્રમ મલિકનામના એક અત્યંત પ્રભાવશાળી અને આક્રમક પાત્રમાં જોવા મળશે. મેકર્સ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા સ્પેશિયલ વીડિયો ગ્લિમ્પ્સમાં રાઘવ જુયાલઅત્યાર સુધીના સૌથી ખતરનાક અને અલગ રોલમાં નજરે પડે છે.

ક્રોધ, પાવર અને રફ અંદાજથી ભરેલા આ લુકમાં તેની એન્ટ્રી કોઈ તોફાનથી કમ નથી લાગતી. દમદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને રાઘવની શાનદાર સ્ક્રીન પ્રેઝન્સે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. સ્ક્રીન પર જ્યારે તે નેચરલ સ્ટારનાની સામે ટકરાશે હિન્દી સિનેમામાં પોતાના અભિનયનો ડંકો વાગડ્યા બાદ રાઘવ માટે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો અને પાવરફુલ બ્રેક સાબિત થશે. ફેન્સ પહેલીવાર રાઘવને આટલા ભવ્ય અને માસ અવતારમાં જોવા માટે ભારે ઉત્સુક છે. ‘SLV સિનેમાઝ’ના બેનર હેઠળ બની રહેલી આ મેગા બજેટફિલ્મ આગામી 21 ઓગસ્ટ 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ભારતીય અને વૈશ્વિક દર્શકો સુધી પહોંચવા માટે આ ફિલ્મને હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, બંગાળી, અંગ્રેજી અને સ્પેનિશ સહિત કુલ 8 ભાષાઓમાં એકસાથે રિલીઝ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *