‘પ્યાર કા પંચનામા’ ફેમ અભિનેત્રી ચાલુ ટ્રેનમાંથી કૂદી પડતાં ઘાયલ

લોકલ ટ્રેનમાં ચડી ન શકતાં દુર્ઘટના રાગિની એમએમએસ, ઉજડા ચમન અને પ્યાર કા પંચનામા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા વિશે આ સમયે…

લોકલ ટ્રેનમાં ચડી ન શકતાં દુર્ઘટના

રાગિની એમએમએસ, ઉજડા ચમન અને પ્યાર કા પંચનામા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા વિશે આ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે. કરિશ્મા એક અકસ્માતનો ભોગ બની છે. જ્યારબાદ તેને ગંભીર હાલતમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની હાલત વિશે માહિતી આપી છે. કરિશ્મા મુંબઈની લોકલ ટ્રેનમાં ચર્ચગેટ જઈ રહી હતી, ત્યારે ત્યારે ટ્રેનમાંથી કૂદી ગઈ હતી.

અભિનેત્રી કરિશ્મા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને ફેન્સને આ અકસ્માત વિશે માહિતી આપી છે. કરિશ્માએ નોંટમાં લખ્યું કે, ગઈકાલે ચર્ચગેટ પર શૂટિંગ માટે જતી વખતે, મેં સાડી પહેરીને ટ્રેન પકડવાનું નક્કી કર્યું. હું ટ્રેનમાં ચઢતાની સાથે જ ટ્રેનની ગતિ વધવા લાગી અને મેં જોયું કે મારા મિત્રો તેને પકડી શકતા નહોતા. ડરના કારણે હું ટ્રેનમાંથી કૂદી ગઈ અને કમનસીબે પીઠના ભાગે પડી, જેના કારણે મારા માથામાં ઈજા પહોંચી.

નોટમાં કરિશ્માએ આગળ લખ્યું કે, મારી પીઠમાં ઈજા થઈ છે અને શરીર પર ઈજાના નિશાન છે. ડોક્ટરોએ એમઆરઆઇ કરાવવાની સલાહ આપી છે અને માથામાં ઈજા ગંભીર ન હોય તેની ખાતરી કરવા માટે મને એક દિવસ માટે નિરીક્ષણમાં રાખી છે. તેણીએ આગળ લખ્યું કે, પમને ગઈકાલથી દુખાવો થઈ રહ્યો છે, પરંતુ હું હિંમતથી ટકી રહી છું. કૃપા કરીને મારા ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો અને મને તમારો પ્રેમ મોકલો. તે મારા માટે ઘણું મહત્વ ધરાવે છે.થ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *