ફલ્લા ગામના પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ખિલોસ ગામના ખેડૂતો દ્વારા ધરણા

  જામનગર તાલુકાના ફલ્લા ગામે આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે રાત્રે સાડા નવ વાગ્યા ખીલોસ ગામના સાઈઠ જેટલા ખેડુતો એકઠા થયા હતાં. અને પુરતો વિજ પુરવઠો…

 

જામનગર તાલુકાના ફલ્લા ગામે આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે રાત્રે સાડા નવ વાગ્યા ખીલોસ ગામના સાઈઠ જેટલા ખેડુતો એકઠા થયા હતાં. અને પુરતો વિજ પુરવઠો આપવાની માંગ સાથે ધરણા ઉપર બેસી ગયા હતાં. ડેપ્યુટી ઈજનેરે આવીને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. હાલના સમયમાં વરસાદ ખેંચાતા તથા અપુરતા અને વારંવાર વિજ-ધાંધિયાથી ખેડુતોના કપાસ અને મગફળીનો પાક સુકાઈ રહ્યો હોય ખીલોસ ગામના સરપંચ જયસુખભાઈ નકુમની આગેવાની હેઠળ ખીલોસ અને રણજીતપર ગામના સાઈઠ જેટલા ખેડુતો રજૂઆત કરવા ફલ્લા ગામે આવેલી પીજીવીસીએલની કચેરી ખાતે રાત્રે સાડા નવ કલાકે પહોંચી સુત્રોચ્ચાર કરી પોતાની વીજ પુર્ટાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતાં રાત્રે એક વાગ્યે ડેપ્યુટી ઈજનેર ફલ્લા ગામની કચેરીએ ખેડુતોની માંગણી સ્વીકારીને ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપતા ખેડુતોએ પોતાનું આંદોલન સમેટ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *