હોર્મુઝ સ્ટ્રેટમાં ડીલની આશાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ સ્થગિત, છતાં નાકાબંધી ચાલુ રાખતું અમેરિકા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોને માર્ગદર્શન આપવા માટે શરૂૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અસ્થાયી…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોને માર્ગદર્શન આપવા માટે શરૂૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અસ્થાયી રૂૂપે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે સ્ટ્રેટ પર અમેરિકાનો બ્લોકેડ જારી રહેશે. આ નિર્ણયને ઈરાન સાથેની ડિપ્લોમેટિક વાતચીતમાં પ્રગતિ તરીકે જોવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતી, અમેરિકાની સૈન્ય 9પલબ્ધિઓ અને ઈરાન સાથેની વાતચીતમાં થયેલી પ્રગતિને ધ્યાનમાં લઈને આ પગલું ભરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, બ્લોકેડ પૂર્ણ રીતે અમલમાં રહેશે, પરંતુ જહાજોની હિલચાલ માટે પ્રોજેક્ટ ફ્રીડમને ટૂંકા સમય માટે સ્થગિત કરવામાં આવે છે જેથી કરીને કરાર અંતિમ સ્વરૂૂપ લઈ શકે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં શરૂૂ થયેલી ‘ઓપરેશન એપિક ફ્યુરી’ સમાપ્ત થઈ ગઈ છે. હવે અમેરિકાનું ધ્યાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તરફ છે. જો કે, ઈરાની સ્ટેટ મીડિયાએ આને અમેરિકાની ‘પીછેહઠ’ તરીકે વર્ણવ્યું છે અને કહ્યું છે કે ઈરાનની મક્કમ સ્થિતિને કારણે ટ્રમ્પે પાછા હઠવું પડ્યું.

બીજી તરફ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી બેજિંગમાં ચીનના ટોપ ડિપ્લોમેટ વાંગ યી સાથે મુલાકાત કરી રહ્યા છે. આ યુદ્ધ શરૂૂ થયા પછી બંને દેશો વચ્ચે પ્રથમ વ્યક્તિગત મુલાકાત છે. ચીન ઈરાનનો મુખ્ય તેલ ખરીદનાર છે અને યુદ્ધ સમાપ્તિ માટે સતત અપીલ કરી રહ્યું છે. આ મુલાકાત ટ્રમ્પની આગામી ચીન મુલાકાત પહેલાં થઈ રહી છે.

ઈરાકમાં અમેરિકી સુવિધાઓ પર 600થી વધુ હુમલાઓ થયા છે, જેમાં ઈરાન સમર્થિત મિલિશિયાઓનો સંડોવ હોવાનું કહેવાય છે. અમેરિકી અધિકારીઓએ ઈરાકી સરકારને આ મિલિશિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ પગલું યુદ્ધના ડિપ્લોમેટિક ઉકેલ તરફનું સંકેત હોઈ શકે છે. જો કે, ઈરાન હજુ પણ પોતાના પરમાણુ કાર્યક્રમ પર અડગ છે અને સ્ટ્રેટને બંધ રાખીને વૈશ્વિક અર્થતંત્રને પડકારી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે સન્માનજનક રીતે બહાર નીકળવાનો માર્ગ શોધવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *