ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રો.જગદીશ જોશી

રાજ્યની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાની ત્રણ વર્ષની ટર્મ 30 જૂનના પૂર્ણ થઈ છે. યુનિવર્સિટીને નવા કાયમી કુલપતિ ન મળે…

રાજ્યની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાની ત્રણ વર્ષની ટર્મ 30 જૂનના પૂર્ણ થઈ છે. યુનિવર્સિટીને નવા કાયમી કુલપતિ ન મળે ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રો. જગદીશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. ડો. નીરજા ગુપ્તાએ 1 જુલાઈ 2023ના રોજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જે 30 જૂન 2026ના રોજ પૂરો થયો છે.

યુનિવર્સિટીના નિયમ મુજબ નવા કાયમી કુલપતિની શોધ માટે સર્ચ કમિટીની રચના કરી દેવામાં આવી છે અને જાહેરાત આપીને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી છે. આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં હજી સમય લાગે તેમ હોવાથી શૈક્ષણિક કાર્યમાં કોઈ અડચણ ન આવે તે માટે તાત્કાલિક ધોરણે ઇન્ચાર્જ કુલપતિની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ પદ પર વર્ષોથી સંઘમાં પ્રભુત્વ ધરાવતી વ્યક્તિઓનો જ દબદબો રહ્યો છે.

આ વખતે ઇન્ચાર્જ કુલપતિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેના નામની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી રહી હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ રેસમાં પ્રો. જગદીશ જોશી બાજી મારી ગયા છે. જગદીશ જોશી હાલ યુનિવર્સિટીના જ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર (ઇંછઉઈ) વિભાગમાં સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને લાંબા સમયથી સંઘ સાથે સક્રિય રીતે જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *