ગુજરાતમાં આર્મીની બખ્તર બંધ ‘સિંધુ’ ગાડીનું ઉત્પાદન શરૂ

સુરતના હજીરા ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (LT) અને BAE સિસ્ટમ્સ દ્વારા ભારતીય સેના માટે અત્યાધુનિક ’BvS10 સિંધુ’ (Sindhu) આર્ટિક્યુલેટેડ ઓલ-ટેરેન વાહનોનું (all-terrain vehicle)ઉત્પાદન બુધવારથી સત્તાવાર…

સુરતના હજીરા ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (LT) અને BAE સિસ્ટમ્સ દ્વારા ભારતીય સેના માટે અત્યાધુનિક ’BvS10 સિંધુ’ (Sindhu) આર્ટિક્યુલેટેડ ઓલ-ટેરેન વાહનોનું (all-terrain vehicle)ઉત્પાદન બુધવારથી સત્તાવાર રીતે શરૂૂ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ વિષમ આબોહવા અને પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં સૈન્ય કામગીરીને પાર પાડવા માટે આવા 18 વિશેષ વાહનોનો ઓર્ડર આપ્યો છે, જેને મુખ્યત્વે લદ્દાખ અને કચ્છ સરહદે તૈનાત કરવામાં આવશે.

આ વાહનોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને અત્યંત કપરા તાપમાન અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ વાહનો 18,000 ફૂટની ઊંચાઈ પર અને માઇનસ 55 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાનમાં પણ સરળતાથી કામ કરી શકે છે, જે લદ્દાખના બરફ આચ્છાદિત પર્વતોમાં લશ્કરી ઓપરેશનમાં સૈનિકોને મોટું પીઠબળ પૂરું પાડશે. આ ઉપરાંત, આ જ વાહનોને બીજી તરફ કચ્છના કાદવ-કીચડવાળા (માર્શલેન્ડ) વિસ્તારો, રણ અને ગ્રેટ રણમાં પેટ્રોલિંગ માટે પણ એટલી જ અસરકારકતાથી ઉપયોગમાં લેવામાં આવશે, જ્યાં ઉનાળામાં તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે.

LT પ્રિસિઝન એન્જિનિયરિંગના સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ અને હેડ અરુણ રામચંદાનીએ જણાવ્યું હતું કે, આ પ્રોડક્શન લોન્ચ બંને કંપનીઓ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂૂપ છે, જેની શરૂૂઆત વર્ષ 2023માં થઈ હતી. તેમણે આ વાહનની બહુમુખી ઉપયોગિતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, કંપની ઉચ્ચ એન્જિનિયરિંગ ધોરણો જાળવી રાખીને ભવિષ્યમાં તેનું ઉત્પાદન સ્કેલ-અપ (ઉત્પાદન ક્ષમતા વધારવા) કરવા માટેનું આયોજન પણ ધરાવે છે.

બીજી તરફ, BAE સિસ્ટમ્સ હેગલુન્ડ્સના પ્રમુખ ટોમી ગુસ્તાફ્સન-રાસ્કે જણાવ્યું હતું કે, BvS10 વાહનોનો ઉપયોગ અગાઉ ઘણા દેશોની સેના દ્વારા કરવામાં આવ્યો છે અને યુદ્ધના વાતાવરણમાં તેની ગતિશીલતા (મોબિલિટી) અને સૈનિકોને સુરક્ષા પ્રદાન કરવાની ક્ષમતા સાબિત થઈ ચૂકી છે.

તેમણે ભારતીય સેનાની ખાસ જરૂૂરિયાતો અનુસાર આ પ્લેટફોર્મને અનુકૂળ બનાવવા બદલ કઝની એન્જિનિયરિંગ નિપુણતા અને તેના મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ભારે પ્રશંસા કરી હતી. સુરતમાં બની રહેલા આ વાહનો ’મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી આત્મનિર્ભરતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *