રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર ટીમનો સુકાની પૃથ્વી શો

પર્સનલ લાઈફ ઉથલ-પાથલ વચ્ચે 26 વર્ષના બેટ્સમેન પૃથ્વી શોના કરિયરમાં એક મોટો વળાંક આવ્યો છે. ઘરેલું ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે રમી રહેલા પૃથ્વી શો આગામી રણજી…

પર્સનલ લાઈફ ઉથલ-પાથલ વચ્ચે 26 વર્ષના બેટ્સમેન પૃથ્વી શોના કરિયરમાં એક મોટો વળાંક આવ્યો છે. ઘરેલું ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે રમી રહેલા પૃથ્વી શો આગામી રણજી ટ્રોફીની પહેલી મેચ માટે મહારાષ્ટ્રની સીનિયર પુરુષ ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની ટીમ પોતાના અભિયાનની શરુઆત 11થી દિલ્લી પાલમ એ સ્ટેડિયમમાં સર્વિસેજ વિરુદ્ધ કરશે.

મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પહેલી મેચ માટે હાજર રહેશે નહી. ઋતુરાજ ગાયકવાડને ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ રમાનારી 3 મેચની અનઓફિશિયલ વનડે સીરિઝ માટે ઈન્ડિયા એ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સીરિઝ પોડુચેરીમાં 6,9 અને 11 ઓક્ટોમ્બરના રોજ રમાશે. 11 ઓક્ટોમ્બરના રોજ રમાનારી મેચના કારણે ગાયકવાડ રણજી ટ્રોફીના પહેલા પ્રવાસમાં ભાગ લઈ શકશે નહી. યુવા ઓલરાઉન્ડર અર્શિન કુલકર્ણી પણ ઈન્ડિયા એ ટીમનો ભાગ હોવાના કારણે સર્વિસેસ વિરુદ્ધ પહેલી મેચ રમશે નહી. જેના કારણે પૃથ્વી શોને તક મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *