પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે તેમના ’ઓરા વર્લ્ડ ટૂર’ ના ભારતીય તબક્કાની જાહેરાત કરી છે. ’ઓરા ઈન્ડિયા ટૂર 2026’ દેશભરના સાત શહેરોમાં યોજાશે; આ ટૂર 1 નવેમ્બરે દિલ્હી-NCRમાં શરૂૂ થશે અને 5 ડિસેમ્બરે લખનૌમાં સમાપ્ત થશે. ગાયકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.
દુનિયાભરના જાણીતા સ્થળોએ આંતરરાષ્ટ્રીય શોની શ્રેણી પૂર્ણ કર્યા પછી દિલજીત તેમની ’ઓરા ટૂર’ ભારત લાવી રહ્યા છે. આ ટૂર દરમિયાન દિલજીત દિલ્હી-NCR, ઈન્દોર, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ અને લખનૌની મુલાકાત લેશે.
જોકે, ચંદીગઢ માટે તારીખ અને સ્થળની જાહેરાત થવાની બાકી છે. સમયપત્રક મુજબ દિલ્હી-NCR: 1 નવેમ્બર, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, ઈન્દોર: 15 નવેમ્બર, ઈ21 એસ્ટેટ, અમદાવાદ: 21 નવેમ્બર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મુંબઈ: 27 નવેમ્બર, મહાલક્ષ્મી રેસ કોર્સ, બેંગલુરુ: 29 નવેમ્બર, NICE ગ્રાઉન્ડ્સ, ચંદીગઢ: તારીખ અને સ્થળની જાહેરાત થવાની બાકી છે. લખનૌ: 5 ડિસેમ્બર, 19મી નેશનલ જામ્બોરી ગ્રાઉન્ડ. ઉલ્લેખનીય છે કે, ’ઓરા ઈન્ડિયા ટૂર’ની ટિકિટો ફક્ત ’BookMyShow’ (બુકમાયશો) પર જ ઉપલબ્ધ થશે. RuPay ક્રેડિટ કાર્ડ ધારકો માટે મર્યાદિત પ્રી-સેલ 6 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે શરૂૂ થશે, જ્યારે સામાન્ય વેચાણ 9 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે શરૂૂ થશે. દિલજીત દોસાંજે 12 સપ્ટેમ્બરે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો.
