મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં 12માં ધોરણના એક વિદ્યાર્થીએ સ્કુલના પ્રિન્સિપાલને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રિન્સિપાલની હત્યા કર્યા બાદ આરોપી સગીર વિદ્યાર્થી પ્રિન્સિપાલની સ્કુટી લઈને સ્કુલથી ભાગી ગયો. જોકે, પોલીસે ઘટનાના અમુક કલાક બાદ જ આરોપી વિદ્યાર્થીને છતરપુરના નૌગાંવ વિસ્તારથી પકડી લીધો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આરોપી વિદ્યાર્થી ઘટનાને અંજામ આપ્યા બાદ ઘટના સ્થળેથી ભાગતો નજર આવી રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર આ મામલો છતરપુર જિલ્લાના ધમૌરા વિસ્તારનો છે. ત્યાંની ઉચ્ચતર માધ્યમિક સ્કુલમાં સુરેન્દ્ર કુમાર સક્સેના પ્રિન્સિપાલ હતા. આરોપી વિદ્યાર્થી 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસની પૂછપરછમાં સ્કુલના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આરોપી સ્કુલમાં વિદ્યાર્થિનીઓ પર અભદ્ર કમેન્ટ કરતાં હતાં. તેની ફરિયાદ વિદ્યાર્થીઓએ ટીચર અને પ્રિન્સિપાલને કરી હતી. પ્રિન્સિપાલે આરોપી વિદ્યાર્થીને કડકાઈથી સમજાવ્યા હતા કે તે સુધરી જાય અને ભવિષ્યમાં આવું કરે નહીં પરંતુ જ્યારે તે ન માન્યા તો પ્રિન્સિપાલે તેમના પરિવારજનોને સ્કુલે બોલાવીને ફરિયાદ કરી. કહેવાઈ રહ્યું છે કે આ વાતથી જ આરોપી વિદ્યાર્થી ખૂબ નારાજ હતો.
પોલીસે જણાવ્યું કે શુક્રવારે 6 ડિસેમ્બરની સવારે વિદ્યાર્થી સ્કુલ આવ્યો અને લંચ બાદ અચાનકથી પ્રિન્સિપાલ સુરેન્દ્ર કુમાર સક્સેનાની ઓફિસમાં ગયો પરંતુ પ્રિન્સિપાલ ત્યાં મળ્યા નહીં. તે બાદ તે સ્કુલના બાથરૂૂમમાં ગયો અને ત્યાં તેણે પ્રિન્સિપાલ પર પાછળથી ફાયર કરી દીધું. ગોળી પ્રિન્સિપાલના માથામાં વાગી અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યુ. બાદમાં આરોપી પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચ્યો ત્યાં ટેબલ પર મૂકેલી પ્રિન્સિપાલની સ્કુટીની ચાવી પણ લીધી. હેલમેટ નીચે ફેંક્યુ અને ખુરશી તોડવાનો પ્રયત્ન કર્યો. તે બાદ ત્યાંથી સ્કુટી લઈને ફરાર થઈ ગયો.રિપોર્ટ અનુસાર છતરપુરના એસપીએ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું કે સગીર આરોપી છતરપુરના નૌગામ નજીકથી પકડાઈ ગયો છે.
તેની પાસેથી સ્કુટી જપ્ત કરી લેવાઈ છે. શરૂૂઆતની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી વિદ્યાર્થીની હરકતોને લઈને પ્રિન્સિપાલે તેને ટોક્યો હતો. આ જ વાતથી તે નારાજ હતો.