અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

અમદાવાદમાં ગતરાત્રે એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં મા ભારતીના જયઘોષ સાથે અમદાવાદીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સૈન્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો…

અમદાવાદમાં ગતરાત્રે એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં મા ભારતીના જયઘોષ સાથે અમદાવાદીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સૈન્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું હતું.

તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠયો હતો. રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું સ્વાગત – સન્માન કર્યું હતું. સિંદૂર સન્માન યાત્રામાં અમદાવાદીઓએ તિરંગા સાથે અતૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *