મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ આજે મહાપાલિકાનું બુલડોઝર ફરી સામાકાંઠે ચાલ્યું છે. જેમાં નટરાજ ફાટક અને વેજીટેબલ રોડ ઉપર દબાણ હટાવવાનું શરૂૂ ક2વામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા અઠવાડિયાથી વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ શહેરના મુખ્ય રોડને દબાણ મુક્ત બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આજે સામાકાંઠે નટરાજ ફાટક અને વેજીટેબલ રોડનો વારો લેવામાં આવ્યો છે. આ રોડ ઉપર સવારથી દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખાણી-પીણીના જે દબાણો હતા તેને તોડવામાં આવી રહ્યા છે.
આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે આ રોડ ઉપર દબાણોનો કારણે રોડની પહોળાઈ ઘટી ગઈ હતી. દબાણો દૂર થતાં હવે રોડની પહોળાઈ વધશે અને ટ્રાફિકના પ્રશ્નો દૂર થશે. વધુમાં તેઓએ કહ્યું કે કેનાલ રોડ સહિતના રોડ મહાપાલિકાએ જે 24 રૂૂટ નક્કી કર્યા તેમાં આવે છે. 24 અઠવાડિયાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. જેમાં દર અઠવાડિયે એક રોડ ઉપર દબાણ દૂર કરવામાં આવશે.
અંતમાં મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી હતી કે જો કોઈ કાચું કે પાકું દબાણ હોય તો મહાપાલિકા આજે નહિ તો કાલે દબાણ હટાવવાની જ છે. એટલે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવે તો મહાપાલિકાને સરળતા રહેશે.