બગસરાના અનેક વિસ્તારોમાં લારી ગલ્લા અને રેકડી ધારકો દ્વારા દિન પ્રતિદિન દબાણ વધારવામાં આવી રહ્યું હતું તેવા સમયે બગસરામાં દબાણ હટાવવાનીની કામગીરી બાબતે રિપોર્ટ માંગવામાં આવ્યા બાદ આજે બગસરામાં દબાણ હટાવી એક મુખ્ય માર્ગને ખુલ્લો કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બગસરા શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ મુખ્ય બજારોમાં વેપારીઓ તેમજ નાના દુકાનદારો અને લારીગલ્લા વાળા લોકો એ બગસરાના રસ્તાઓને સાંકડા કરી દીધા હતા થોડાક સમય પહેલા ચીફ ઓફિસર દ્વારા લારી ગલ્લાવાળા પાસેથી 20 20 રૂૂપિયા ઉઘરાવીને ભાડા પેટે દૈનિક ફી લેતા હોય છેલ્લા ત્રણ માસથી ઉઘરાવાનું બંધ કરેલ હતું આજે અચાનક ચીફ ઓફિસર દ્વારા અમુક જ વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે પોલીસ કાપલા સાથે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી લોકોએ ચીફ ઓફિસરને તેમ કહ્યું હતું કે અમો તમને દૈનિકના 20 રૂૂપિયા આપીએ તો તમને અમારું દબાણ નડતું નથી તમે 20 રૂૂપિયા લેવાના બંધ કર્યા એટલે તમને દબાણ નડે છે તેવા સવાલો ચીફ ઓફિસરને કર્યા હતા બગસરામાં દબાણ હટાવવાની કામગીરી જેને પગલે આજે બગસરા નગરપાલિકા એ શહેરના મુખ્ય અવરજવરના માર્ગ શાકમાર્કેટ રોડ પર આવેલ લારી ગલ્લા ધારકના દબાણો હટાવી દીધા હતા.
આ સમયે થોડી વાર માટે ઘર્ષણ થયું હતું પરંતુ આખરે તંત્ર એ લાલ આંખ કરતાં દબાણ ધારકોએ પોતાનું દબાણ સ્વૈચ્છિક હટાવી લેવા તૈયારી બતાવી દીધી હતી. જેને લીધે દબાણમાં આવી ગયેલો એક મુખ્ય માર્ગ ખુલ્લો થઈ ગયો હતો. મુખ્ય રસ્તાઓ જેવા કે બસ સ્ટેન્ડ પાછળનો માર્ગ, હોસ્પિટલ રોડ, વિજય ચોકથી નદીપરાનો મેઇન રોડ, સ્ટેશન રોડ સહિતના મુખ્ય રસ્તા પર દબાણ કરી રહ્યું છે તંત્ર હવે આ વિસ્તારમાં પણ તાત્કાલિક દબાણ હટાવવા માટે કામગીરી શરૂૂ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
