ઇક્વેડોર નોકઆઉટમાં પ્રવેશતા પ્રમુખે રાષ્ટ્રીય હોલિડે જાહેર કર્યો

જર્મની જેવી વર્લ્ડ ચેમ્પિયન ટીમને હરાવી હતી દક્ષિણ અમેરિકામાં કોલંબિયાની પાડોશમાં આવેલા ઈક્વેડોર નામના દેશમાં ફૂટબોલની રમત સૌથી લોકપ્રિય છે અને આ દેશની ટીમે શુક્રવારે…

જર્મની જેવી વર્લ્ડ ચેમ્પિયન ટીમને હરાવી હતી

દક્ષિણ અમેરિકામાં કોલંબિયાની પાડોશમાં આવેલા ઈક્વેડોર નામના દેશમાં ફૂટબોલની રમત સૌથી લોકપ્રિય છે અને આ દેશની ટીમે શુક્રવારે ફિફા વર્લ્ડ કપમાં જર્મની જેવા ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા દેશની ટીમને હરાવીને 2006ની સાલ પછી પ્રથમ વખત નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો એટલે દેશમાં સર્વત્ર ખુશાલી છે. આ અવસરે દેશના પ્રમુખ ડેનિયલ નોબોઆએ શુક્રવારે નેશનલ હોલિડે જાહેર કર્યો હતો. ઈક્વેડોરે શુક્રવારની મેચમાં 0-1થી પાછળ રહ્યા બાદ જબરદસ્ત કમબેક કરીને આ મેચ 2-1થી જીતી લીધી હતી.

યાદગાર વિજય બાદ પ્રમુખ નોબોઆએ ટીકાઓ અને કઠિન પરિસ્થિતિનો સફળતાથી સામનો કરીને દેશને ગૌરવ અપાવવા બદલ તેમ જ દેશભરની પ્રજાને ખુશ અને રોમાંચિત કરી દેવા બદલ ઈક્વેડોર ની ટીમના ખેલાડીઓ તેમ જ કોચ સેબાસ્ટિયન બેકાચેસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

ફિફા વર્લ્ડ કપમાં રમાયેલી પાંચ મેચમાં જર્મની અને ઈક્વેડોર વચ્ચેની મેચ સૌથી રોમાંચક હતી અને એમાં અપસેટ સર્જાયો હતો. ફિફા રેન્કિંગમાં 10મો ક્રમ ધરાવતું જર્મની 23મા નંબરના ઈક્વેડોર સામે 1-2થી હારી ગયું હતું. 2026ના વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટમાં આ મુકાબલો અચૂક ગણાશે, કારણકે ઉતરતા ક્રમના ઈક્વેડોરે 80,663 પ્રેક્ષકોની હાજરીમાં આ મેચમાં જોરદાર કમબેક કરીને જર્મનીને માત આપી હતી.

ભૂતપૂર્વ ચેમ્પિયન જર્મની થોડા દિવસ પહેલાં જ ગ્રૂપ-સીના ટેબલ-ટોપર તરીકે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું હતું, પરંતુ ગુરૂૂવાર રાતની હાર એને શરમજનક સ્થિતિમાં મૂકી દેનારી હતી. ઇક્વેડોરે આ મેચ જીતીને નોકઆઉટમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ ગ્રૂપમાંથી આઇવરી કોસ્ટ પણ 32 ટીમવાળા નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *