અમેરિકાને મેક્સિકોમાં ભેળવી દઇ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા

અમેરિકી ચૂંટણી જીત્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વિસ્તરણવાદી યોજનાઓમાં વ્યસ્ત છે. ક્યારેક તે કેનેડાના અમેરિકા સાથે વિલીનીકરણની વાત કરે છે તો ક્યારેક પનામા અને ગ્રીનલેન્ડ…

અમેરિકી ચૂંટણી જીત્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વિસ્તરણવાદી યોજનાઓમાં વ્યસ્ત છે. ક્યારેક તે કેનેડાના અમેરિકા સાથે વિલીનીકરણની વાત કરે છે તો ક્યારેક પનામા અને ગ્રીનલેન્ડ પર કબજો કરવા અંગે નિવેદનો આપે છે. તેણે તાજેતરમાં મેક્સિકોના અખાતને અમેરિકાનો અખાત કહેવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ હવે મેક્સીકન રાષ્ટ્રપતિએ ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે ટ્રમ્પ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને મેક્સિકન અમેરિકા કહેવા જોઈએ.

ટ્રમ્પ પર નિશાન સાધતા તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વૈશ્વિક નકશો જાહેર કર્યો. આ નકશો અમેરિકાને મેક્સીન અમેરિકા તરીકે બતાવવામાં આવ્યો હતો. નકશો બતાવતા ક્લાઉડિયાએ કહ્યું કે અમેરિકા ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકા કહેવા પર તણાયેલું છે પરંતુ આપણે અમેરિકાને મેક્સિકન અમેરિકા કેમ ન કહી શકીએ? શું આ સારું નહીં લાગે? 1607 થી આફિુંશક્ષલેક્ષ નું બંધારણ મેક્સીકન અમેરિકા હતું. તો ચાલો અમેરિકાને મેક્સીન અમેરિકા કહીએ.

ટ્રમ્પે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા રાખવાનું સૂચન કર્યું હતું. વાસ્તવમાં ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા માર-એ-લાગોમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે તેમણે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કરવાની વાત પણ કરી હતી.
તેણે કહ્યું હતું કે ગલ્ફ ઓફ અમેરિકા આટલું સુંદર નામ છે અને તે એકદમ પરફેક્ટ છે. મેક્સિકો કાર્ટેલ દ્વારા ચલાવવામાં આવે છે. તે ખૂબ જ જોખમી સ્થળ બની ગયું છે. અમેરિકાએ મેક્સિકોમાં પણ મોટું રોકાણ કર્યું છે અને હવે આપણે તેની જવાબદારી લેવી પડશે અને તેની સ્થિતિ સુધારવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *