ગુજરાતના એકમાત્ર વાઘ માટે બે વાઘણ લાવવા તૈયારી

નેશનલ ટાઇગર ક્ધઝર્વેશન ઓથોરિટી (NTCA) ના વિશેષ પ્રયાસોથી ગુજરાતમાં દાયકાઓ બાદ વાઘની ગર્જના ફરી સાંભળવા મળી શકે છે. રાજ્યના જંગલોમાં એકલા વિહરતા એકમાત્ર નર વાઘ…

નેશનલ ટાઇગર ક્ધઝર્વેશન ઓથોરિટી (NTCA) ના વિશેષ પ્રયાસોથી ગુજરાતમાં દાયકાઓ બાદ વાઘની ગર્જના ફરી સાંભળવા મળી શકે છે. રાજ્યના જંગલોમાં એકલા વિહરતા એકમાત્ર નર વાઘ માટે મધ્યપ્રદેશથી ડિસેમ્બરમાં બે વાઘણ લાવવામાં આવનાર છે. વન વિભાગના અધિકારીઓને આશા છે કે આ પ્રયાસથી ગુજરાતમાં વાઘના પ્રજનન માટે યોગ્ય વાતાવરણ ઊભું થશે અને રાજ્યમાં વાઘની વસ્તીને પુનજીર્વિત કરવાના માર્ગો ખુલશે.

કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા રચવામાં આવેલી એક વિશેષ નિષ્ણાત સમિતિએ આ અંગે 30 પાનાનો અહેવાલ સુપરત કર્યો છે. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL) ના ભૂતપૂર્વ સભ્ય એચ.એસ. સિંહના નેતૃત્વ હેઠળની આ સમિતિમાં વાઇલ્ડલાઇફ સાયન્ટિસ્ટ ડો. બિલાલ હબીબ અને NTCA ના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ એન.વી. કાળેનો સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં ગુજરાતને વાઘણોના સ્થળાંતર માટે સંપૂર્ણપણે અનુકૂળ ગણાવવામાં આવ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયા માટેના પ્રોટોકોલ પણ નક્કી કરવામાં આવ્યા છે.

એકને બદલે બે વાઘણ લાવવાની ભલામણ પાછળ આશરે ચાર વર્ષના નર વાઘની હિલચાલ જવાબદાર છે. ફેબ્રુઆરી 2025માં ગુજરાતમાં પ્રવેશ્યા બાદ આ નર વાઘ દાહોદ, છોટાઉદેપુર અને સાગતાલા સુધી ફેલાયેલા રતનમહાલ અભયારણ્યના વિશાળ વિસ્તારમાં ફરી રહ્યો છે. વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે નર વાઘના આટલા મોટા ક્ષેત્રમાં અલગ-અલગ જગ્યાએ બે વાઘણ છોડવાથી મેળાપ અને પ્રજનનની શક્યતાઓ વધી જશે. યોજના મુજબ, એક વાઘણને છોટાઉદેપુર અને બીજીને સાગતાલા નજીક છોડવામાં આવી શકે છે. બંને વાઘણની ઉંમર નર વાઘની ઉંમરની આસપાસ જ હોવાની અપેક્ષા છે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પહેલાં વન વિભાગ દ્વારા સુરક્ષા અને દેખરેખને વધુ સઘન બનાવવામાં આવી રહી છે. નવેમ્બરના અંત સુધીમાં સમગ્ર વિસ્તારમાં આશરે 1,100 જેટલા સીસીટીવી કેમેરા અને કેમેરા ટ્રેપ લગાવવા માટે પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. આ મોનિટરિંગ નેટવર્કની મદદથી નવી લાવવામાં આવનાર વાઘણો અને સ્થાનિક નર વાઘની હિલચાલ પર સતત નજર રાખી શકાશે. આ ઉપરાંત, આ વિસ્તારમાં વાઘના ખોરાક માટે નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓની પૂરતી ઉપલબ્ધતાને પણ વાઘના વસવાટ માટેની અનુકૂળતા તરીકે ધ્યાનમાં લેવામાં આવી છે.

ડિસેમ્બર 2025માં રતનમહાલ અભયારણ્યમાં વાઘ જોવા મળ્યાના નક્કર પુરાવા બાદ ગુજરાતના વાઘ સંરક્ષણ પ્રયાસોને મોટું બળ મળ્યું હતું,જેના પગલે રાજ્યનો ઓલ-ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશન (અઈંઝઊ) 2026માં સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે અગાઉ નવેમ્બર 2025માં પણ એક વાઘણ લાવવાની યોજના જાહેર કરી હતી, પરંતુ તે દરખાસ્ત માત્ર મૌખિક ચર્ચાઓ પૂરતી જ સીમિત રહી ગઈ હતી. હવે આ નવા અહેવાલથી રાજ્યમાં વાઘની વસ્તીને ફરીથી સ્થાપિત કરવાની દિશામાં એક નક્કર પગલું ભરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *