PSIની લેખિત પરીક્ષા માર્ચ અથવા એપ્રિલમાં લેવા તૈયારી

  પોલીસ વિભાગ દ્વારા હાલ શારિરીક કસોટી ચાલી રહી છે. પીએસઆઇની કસોટી તા.31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ છે. ત્યારે લેખિત પરિક્ષા આગામી માર્ચના અંતમાં અથવા…

 

પોલીસ વિભાગ દ્વારા હાલ શારિરીક કસોટી ચાલી રહી છે. પીએસઆઇની કસોટી તા.31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ છે. ત્યારે લેખિત પરિક્ષા આગામી માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં લેવાય શકે છે. તેવી તૈયારી પોલસી ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ઙજઈં) ની લેખિત પરીક્ષાની તારીખો અંગે માહિતી સામે આવી છે. શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજે માર્ચ-2025 નાં છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ-2025 માં યોજાઈ શકે છે. જણાવી દઈએ કે 31, જાન્યુઆરી-2025 ના રોજ શારીરિક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પાસ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષાની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવે અંદાજિત તારીખની જાહેરાત થતાં ઉમેદવારો પરીક્ષાની પૂરજોશ તૈયારી શરૂૂ કરી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *