સરકારી વિભાગોમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની તૈયારી

તમામ પ્રધાનોને શક્યતા ચકાસવા અને સરકારી ખર્ચા ઘટાડવા મુખ્યમંત્રીની સૂચના પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા વડાપ્રધાને કરેલી અપીલ બાદ ભાજપ શાસિત રાજયો ખર્ચ ઘટાડવા એક પછી એક…

તમામ પ્રધાનોને શક્યતા ચકાસવા અને સરકારી ખર્ચા ઘટાડવા મુખ્યમંત્રીની સૂચના

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા વડાપ્રધાને કરેલી અપીલ બાદ ભાજપ શાસિત રાજયો ખર્ચ ઘટાડવા એક પછી એક પગલા ભરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી અને પ્રધાનોએ પણ પોતાના વાહનોના કાફલામાં કાપ મુકયો છે અને હવે કરકસરના વધુ પગલા ભરવા સરકારે કમર કસી છે. આજે યોજાયેલ કેબીનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ પ્રધાનોને પોતાના ભિાગોના ખર્ચમાં ઘટાડો કરા અને વર્ક ફ્રોમ હોમની સંભાવનાઓ ચકાસવા સુચના આપી હતી.

કેબીનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ પ્રધાનોને પોતપોતાના વિભાગમાં ઇંધણનો ખર્ચ ઘટાડવા ખાસ તાકીદ કરવા સાથે શકય હોય તેવા વિભાગોમાં વર્ક ફ્રોમ હોમની શકયતા ચકાસી આ માટે કાર્યની રૂપરેખા તૈયાર કરવા પણ સુચના આપી હતી.

જો કે પ્રધાનોને લોકાર્પણ અને ખાતમુહુર્ત સહીતનાં કાર્યક્રમોમાં જાની છુટ આપવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમોમાં જવા માટે વાહનોના કાફલા લઇ જવાની મનાઇ કરવામાન આવી છે.

આજની બેઠકમાં તમામ સરકારી વિભાગોમાં પેટ્રોલ-ડીઝલ સાથે અન્ય ખર્ચા કઇ રીતે ઘટાડી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને તેનું અમલીકરણ ઝડપથી થાય તેવી પણ સુચના અપાઇ હતી. દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરવામાં આવી છે. સરકારી ઓફિસોની 50 ટકા બેઠકો હવે ઓનલાઈન કરવામાં આવશે. ત્યારે ગુજરાતના સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવા અંગે સરકારે વિચારણા શરૂૂ કરી છે.

રાજ્ય સરકારના કર્મચારીઓના વર્ક ફ્રોમ અંગે જલ્દી જ સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. વર્ક ફ્રોમ હોમ અથવા રોટેશન પ્રમાણેની કામગીરી અંગે સરકારની વિચારણા છે. કેબિનેટ બેઠકમા ચર્ચા કરાયા બાદ આખરી નિર્ણય લેવાશે. પેટ્રોલ ડીઝલની બચત અંગે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ શરૂૂ કરવા વિચારણા કરાઈ છે.

વડાપ્રધાનની અપીલને અમદાવાદની ઈંઝ કંપનીઓએ આવકારી છે. અમદાવાદમાં અનેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કર્મચારીનો રેશિયો વધાર્યો છે. સીટા સોલ્યુશન કંપનીએ 50 ટકાથી વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું. કોવિડ બાદ કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરૂૂ કર્યા હતા. પરંતું છેલ્લા એક દોઢ વર્ષથી ઓફિસ વર્કનું પ્રાધાન્ય વધ્યું હતું. યુદ્ધની સ્થિતિને કારણે પુન: વર્ક ફ્રોમ ઓફ તરફ કંપનીઓ વળી હતી. વડાપ્રધાનની અપીલ બાદ 50 ટકાથી વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અપાયું છે. વર્ક ફ્રોમ હોમના કારણે વીજ બિલમાં ઘટાડો અને ફ્યુઅલ બચાવ થશે.

સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની કર્મચારી ફેડરેશન દ્વારા માગણી
ધી ગુજરાત સચિવાલય ફેડરેશને પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતની ધરતી પરથી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, “વર્ક ફ્રોમ હોમ” અને વર્ચ્યુઅલ મિટિંગને પ્રાથમિકતા આપવા સહિતની કરાયેલ અપીલ અત્યંત સમયોચિત, દૂરંદેશી અને રાષ્ટ્રહિતમાં છે. ગુજરાત સચિવાલય રાજ્યની વહીવટી વ્યવસ્થાનું કેન્દ્રસ્થ હૃદય સમાન છે, જ્યાં દરરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ આવન-જાવન કરે છે. આ કારણે વિશાળ પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ થાય છે, ટ્રાફિકનું દબાણ વધે છે તેમજ કિંમતી માનવશક્તિ અને સમયનો પણ વ્યય થાય છે. કોરોના મહામારી દરમિયાન સચિવાલય સહિતના સરકારી વિભાગોમાં “વર્ક ફ્રોમ હોમ”, ઈ-ઓફિસ અને વર્ચ્યુઅલ મિટિંગ વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ હતી અને અનેક કામગીરી અસરકારક રીતે સંપન્ન થઈ હતી.
આજની પરિસ્થિતિમાં ફરીથી ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિને સુવ્યવસ્થિત સ્વરૂૂપે અમલમાં મૂકવી સમયની માંગ બની છે. આથી, ધી ગુજરાત સચિવાલય ફેડરેશનની રાજ્ય સરકાર સમક્ષ કેટલીક માંગ કરી છે. જે મુજબ સચિવાલયના જે વિભાગોમાં કામગીરીની પ્રકૃતિ અનુરૂૂપ શક્ય હોય ત્યાં તબક્કાવાર “વર્ક ફ્રોમ હોમ” અથવા “હાઈબ્રિડ વર્કિંગ મોડલ” અમલમાં મૂકવામાં ભારત સરકાર તથા અન્ય રાજ્ય સરકારના ધોરણે ગુજરાત રાજ્યમાં વહીવટીતંત્ર માટે સાપ્તાહિક કામકાજના 05 દિવસો અમલ કરવા અને ’વર્ક ફોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા પ્રોટોકોલ અને વહીવટી નિયમો બહાર પાડવા માંગ કરી છે. અઠવાડિયામાં નિશ્ચિત દિવસો માટે રોટેશન આધારીત “વર્ક ફ્રોમ હોમ” વ્યવસ્થા શરૂૂ કરવામાં આવે જેથી કર્મચારીઓની હાજરી અને કાર્યક્ષમતા બંને જળવાઈ રહે. ઈ-ઓફિસ, વર્ચ્યુઅલ મિટિંગ, વિડિયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ ફાઈલ વ્યવહારને વધુ પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *