ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળયોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસ, અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી.સાવલેશ્વરકર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે 29 ડિસેમ્બર, 2025ના રોજ ઉપરોક્ત ડાક ટિકિટ (માય સ્ટેમ્પ) જારી કરી.
આ અવસરે નિદેશક ડાક સેવા સુરેખ રેઘુનાથેન, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામાનિયા, ટ્રસ્ટી સંજયભાઈ ડી.શાહ અને અતુલ ડી.શાહ, કચ્છમિત્રના સંપાદક દીપક માંકડ તેમજ કચ્છમિત્રના જનરલ મેનેજર મુકેશ ધોળકિયાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહ્યા હતા. આ અવસરે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકરે જણાવ્યું કે દામજીભાઈ એન્કરવાલાનું જીવન કચ્છ અને સામાજિક ઉત્થાન માટે સમર્પિત હતું અને તેમની જેમ યુવાનોને પણ માતૃભૂમિ પ્રત્યે પોતાની નિષ્ઠા અને જવાબદારી હંમેશા યાદ રાખવી જોઈએ. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે દામજીભાઈ એન્કરવાલાએ કચ્છના જળ વ્યવસ્થાપનમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. એક ઉદ્યોગપતિ હોવા સાથે- સાથે તેઓ પ્રખ્યાત સામાજિક કાર્યકર પણ હતા.
કચ્છના જળ યોધ્ધા તરીકે બહાર પાડવામાં આવેલ આ ડાક ટિકિટ દામજીભાઈના વ્યક્તિત્વ, સંઘર્ષ અને સમાજ પ્રત્યેના તેમના યોગદાનને દેશ-વિદેશમાં આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અતુલ ડી. શાહે આ સ્ટેમ્પ માટે ઇન્ડિયા પોસ્ટનો આભાર માન્યો અને તેમના પિતા દામજીભાઈ લાલજીભાઈ શાહ એન્કરવાલા (19372023)ના જીવન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. આ અવસરે સિનિયર પોસ્ટમાસ્ટર, અમદાવાદ જીપીઓ અલ્પેશ આર. શાહ, સહાયક નિદેશક એન. એન. રાવલ, કિંજલ શાહ કાર્યક્રમનું સંચાલન સહાયક અધિક્ષક હાર્દિક ગઢવીએ કર્યું.
