અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજ કટિંગ સમયે સફેદ પાઉડર દરિયામાં વહાવવાથી પ્રદૂષણનો ખતરો

અલંગ શિપબ્રેકીંગ યાર્ડ હજારો પરિવારો ને રોજીરોટી આપી રહ્યું છે તો બીજી તરફ કેટલાક શિપબ્રેકરો પોતાની મનમાની ચલાવીને શ્રુષ્ટિમાં દરેક જીવને જીવવા નો અધિકાર જે…

અલંગ શિપબ્રેકીંગ યાર્ડ હજારો પરિવારો ને રોજીરોટી આપી રહ્યું છે તો બીજી તરફ કેટલાક શિપબ્રેકરો પોતાની મનમાની ચલાવીને શ્રુષ્ટિમાં દરેક જીવને જીવવા નો અધિકાર જે બંધારણીય હક્કછે તે રૂૂપિયા ના જોરે છીનવીરહ્યા છે.થોડા દિવસ પહેલા કાળા કલરનું કેમિકલ દરિયાના પાણીમાં ફેલાયું હતું.હવે દરિયાના પાણી અને આસપાસ ની જમીન એ સફેદ ચાદર ઓઢીહોય તેવું દ્રશ્ય જોવા મળીરહ્યું છે.

માનવજીવ,ખેત પેદાશ, દરિયાઈ જીવશ્રુષ્ટિ,જમીન પર વસતા અનેક જીવ ને જીવવા માટે સ્વચ્છ વાતાવરણ જોઈએછે.તેના માટેખાસ નિયમો અને કાયદાઓ અમલમાં છે.પ્રદુષણ ફેલાવનાર સામે કડક કાર્યવાહી માટે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિતની એજન્સીઓ સરકારે નીમીછે પરંતુ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડને જ્યાસુધી લાગુપડે છે ત્યાંસુધી મોટાભાગે સૌમૌનસેવી રહ્યાછે.

અલંગ નજીકના મણારી નજીક પ્લોટ નં.88 ની આસપાસ ના વિસ્તારના દરિયામા અને જમીન ઉપર સફેદ પાઉડર ની જોવામળી રહ્યોછે. દરિયાના પાણીના આવતા જતા મોજામાં ચાલ્યોજતો હોય છે જોતે એકાદ વખત ફેંકવા કે ઉડાડવામાં આવ્યો હોયતો પણ અહીં છેલ્લા કેટલાક સમયથી પાઉડર દરિયાના પાણીમાં નાખવામાં આવીરહ્યો છે જેને લઈ દરિયાનું પાણી સફેદજોવા મળીરહ્યુંછે.આ વિસ્તારના લોકો ત્રિકોણીયો પાઉડર તરીકે ઓળખેછે.અહીંના લોકોની ફરિયાદ છેકે આ પાઉડર એટલી હદે ઉડેછેકે ક્યારેક વાહન થોભાવિ દેવુંપડે છે.બાગાયતી પાક ને નુકસાન કરેછે તો દરિયાઈ તમામ જીવશ્રુષ્ટિ અને જમીની સરીશ્રુપ જીવો,પશુ પંખીઓને પણ મોટાપાયે નુકશાન પહોચાડે છે.

જાણકારો ના મંતવ્ય પ્રમાણે જહાજ કટિંગ સમયે પ્રદુષણ ફેલાવતી વસ્તુઓને બહારકાઢી ને ગેપિલ દ્વારા કરોડો ના ખર્ચે કચરાનો નિકાલ કરવો જોઈએ.પરંતુ નાણાંને લઈ.પોતાના અંગત ફાયદાઓ માટે તેમ નહિ કરીને દરિયામા વહાવી દેવાની પ્રવૃત્તિ કરવામાં આવીરહીછે. સ્થાનિક લોકોએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતુંકે સરકારી એજન્સીઓ કરતાંય અહીંજે રાજકીય અને સામાજિક આગેવાનો રહે છે તેસૌ જાણેછેકે અમુક ઈસમો પ્રદુષણ ફેલાવીને જિમીન, ભૂગર્ભ જળ,સ્થાનિક લોકો ગંભીર બીમારીઓ નો ભોગબની રહ્યા છે છતાંય મૌનધારણ કરીને બેઠાછે જે પોતાના અને આવનાર ભાવિ પેઢીના પગ ઉપર કુહાડો મારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *