ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદર પર ગોળીબાર કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરતા. ફરિદાબાદ ક્રાઇમ બ્રાન્ચે એન્કાઉન્ટર બાદ મુખ્ય આરોપી ઇશાંત ઉર્ફે ઇશુ ગાંધીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે એન્કાઉન્ટર દરમિયાન ઇશાંતને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ટીમને ઇશાંત વિસ્તારમાં છુપાયેલ હોવાની માહિતી મળી હતી. ઘેરાબંધી દરમિયાન તેણે પોલીસ પર ગોળીબાર કર્યો જેના જવાબમાં તે એન્કાઉન્ટરમાં ઘાયલ થયો અને તેને સ્થળ પરથી પકડી લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે. કે ઇશાંત ગાંધી આ ઘટનાનો મુખ્ય આરોપી છે. જેણે તાજેતરમાં ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક સ્તરે સનસનાટી મચાવી હતી.
17 ઓગષ્ટે એલ્વિશના ઘરની બહાર ગોળીબાર થયો હતો. સીસીટીવી કેમેરાના વીડિયોમાં જોઇ શકાય છે. કે હેલ્મેટ પહેરેલા બે લોકો એલ્વિશના ઘરની બહાર આવ્યા અને 24 રાઉન્ડ ફાયરિંગ કર્યુ. આ પછી તેઓ ભાગી ગયા. સદ્નસીબે આ હુમલામાં તેના પિતા, માતા, સંભાળ રાખનાર કે અન્ય કોઇને ઇજા થઇ નથી. હિમાંશુ ભાઉ ગેંગે એલ્વિશના ઘર પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે એલ્વિશે સટ્ટાબાજીની એપનો પ્રચાર કરીને ઘણ ઘરો બરબાદ કર્યા છે. તેથી જ આ હૂમલો કરવામાં આવ્યો હતો. આ હૂમલા પછી, એલ્વિશના પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. 8 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
