દ્વારકાના કુરંગા ગામે જુગારના અખાડામાં પોલીસ ત્રાટકી, સાત જુગારીઓ ઝડપાયા

વાડીનારના લેન્ડિંગ પોઇન્ટ વિસ્તારમાં માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામે સામરા માણસુર ધારાણી (રહે. મૂળ ઓખા મઢી, હાલ મીઠાપુર) અને માયા…

વાડીનારના લેન્ડિંગ પોઇન્ટ વિસ્તારમાં માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી

દ્વારકા નજીક આવેલા કુરંગા ગામે સામરા માણસુર ધારાણી (રહે. મૂળ ઓખા મઢી, હાલ મીઠાપુર) અને માયા ગોપાલ ધારાણી (રહે. કુરંગા) દ્વારા ભાગીદારીમાં આરોપી માયા ગોપાલ ધારાણીની વાડીમાં રહેલા રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો ભેગા કરી, અહીં જુગારીઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, ચલાવતા જુગાર પર એલસીબી પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન પોલીસે સામરા માણસુર ગઢવી, ધનજી સાંગણ ધોડા, નામદેવ ધના સામત મયુર વેજાણંદ મોવર, દાના દેવરામ ધોડા, ભાયા કેલા મોવર અને લખ્યા ઘેલાભાઈ ધોડા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂૂ. 58 હજારની રોકડ રકમ તથા પાંચ નંગ મોબાઈલ ફોન, એક મોટરસાયકલ અને એક અલ્ટો મોટરકાર સહિત કુલ રૂૂપિયા બે લાખ ત્રણ હજારનો મુદ્દામાલ કબજે કરી, સાત શખ્સોની અટક કરી હતી.

જ્યારે આરોપી માયા ગોપાલ ધારાણીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ અંગે દ્વારકા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

માછીમારી
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા સદ્દામ હાસમ સંઘાર નામના 30 વર્ષના માછીમાર શખ્સ દ્વારા વાડીનાર નજીકના નાના આંબલા ગામે આવેલા લેન્ડિંગ પોઇન્ટના દરિયામાં મંજૂરી વગર અને ટોકન વગર દરિયામાં માછીમારી કરતાં પોલીસે ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *