દશેરા નિમિત્તે પોલીસનું શસ્ત્ર સાથે અશ્ર્વ, ડોગ અને વાહન પૂજન

વિજયાદશમી (દશેરા)ના પવિત્ર પર્વે શસ્ત્રપૂજન કરવાનું એક વિશેષ અને પ્રચીન મહત્વ રહેલું છે. અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતિકરૂૂપે આ દિવસે ઠેર-ઠેર શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાતા હોય…

વિજયાદશમી (દશેરા)ના પવિત્ર પર્વે શસ્ત્રપૂજન કરવાનું એક વિશેષ અને પ્રચીન મહત્વ રહેલું છે. અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતિકરૂૂપે આ દિવસે ઠેર-ઠેર શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાતા હોય છે. આ પરંપરાને જાળવી રાખીને રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ દશેરાના પાવન અવસરે ભવ્ય અને વિધિવત શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખાસ પ્રસંગે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ, ડીસીપી જગદીશ બાંગરવા અને ડીસીપી હરપાલસિંહ જાડેજા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિત શહેરના તમામ પોલીસ મથકોના પી.આઈ., પીએસઆઈ અને પોલીસ સ્ટાફે મોટી સંખ્યામાં હાજરી આપીને વિજયાદશમીની ઉજવણી કરી હતી.

પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ કાફલા પાસે રહેલા આધુનિક અને પરંપરાગત હથિયારોને સુશોભિત કરીને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. માત્ર શસ્ત્રો જ નહીં, પરંતુ પોલીસની દૈનિક કામગીરીમાં મહત્વનો ભાગ ભજવતા વાહનો તેમજ ગુના શોધખોળમાં મદદરૂૂપ નીવડતા સ્નિફર શ્વાન (ડોગ સ્ક્વોડ)નું પણ પૂજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, રાજકોટ માઉન્ટેડ ખાતે ગ્રામ્ય અશ્વ દળ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અશ્વ પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દળની સુરક્ષા, શૌર્ય અને સજ્જતાના પ્રતિકરૂૂપે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર પોલીસ બેડામાં ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *