માઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળી

અવિમુક્તેશ્ર્વરાનંદજી માઘ સ્નાન વિના પાછા ફર્યા, શિષ્યોની ધરપકડ : શંકરાચાર્યને ચાલતા જવાનું કહેતા મામલો બિચક્યો માઘ મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો…

અવિમુક્તેશ્ર્વરાનંદજી માઘ સ્નાન વિના પાછા ફર્યા, શિષ્યોની ધરપકડ : શંકરાચાર્યને ચાલતા જવાનું કહેતા મામલો બિચક્યો

માઘ મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો અને પોલીસકર્મીઓ સામસામે આવી ગયા. પોલીસે ભીડને જોતા શંકરાચાર્યને રથમાંથી ઉતરીને પગપાળા જવાનું કહ્યું હતું, પરંતુ શિષ્યો માન્યા નહીં અને આગળ વધવા લાગ્યા.”

“આના પર દલીલ થઈ, પછી જોતજોતામાં ધક્કામુક્કી શરૂૂ થઈ ગઈ. અધિકારીઓએ સમજાવવાના તમામ પ્રયાસો કર્યા, હાથ જોડ્યા, પરંતુ તેઓ માન્યા નહીં. આ પછી પોલીસે શંકરાચાર્યના તમામ સમર્થકોને કસ્ટડીમાં લઈ લીધા. બાદમાં શંકરાચાર્યની પાલખીને ખેંચીને સંગમથી 1 કિમી દૂર લઈ જવામાં આવી. આ દરમિયાન પાલખીનું છત્ર પણ તૂટી ગયું. શંકરાચાર્ય સ્નાન પણ કરી શક્યા નહીં. “શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યોમાં રોષ:પ્રયાગરાજના માઘ મેળામાં શંકરાચાર્યની પાલખી પોલીસે ઢસડતા અનુયાયીમાં રોષ”

પ્રયાગરાજ ખાતે યોજાયેલા માઘ મેળામાં પહોંચેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. પોલીસ દ્વારા શંકરાચાર્યની પાલખીને ઢસડવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઈને ખેડા જિલ્લામાં તેમના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.”
“પ્રયાગરાજ માં ચાલી રહેલા માગ મેળામાં પહોંચેલા શંકરાચાર્ય અવિમુખક્તેશ્વરાનંદને પોલીસે ભારે ભીડને કારણે રથમાંથી ઉતરીને પગપાળા જવાનું કહેતા મામલો બીચક્યો હતો અને તેમના શિષ્ય તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

મામલો ઘરમાં તા ધક્કા મૂકી શરૂૂ થયા બાદ શંકરાચાર્યના અનુયાયીઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને શંકરાચાર્યની પાલખીને ખેંચીને સંગમથી એક કિલોમીટર દૂર લઈ જવામાં આવતા શંકરાચાર્ય સ્નાન પણ કરી શક્યા ન હતા અને આ હોબાળા દરમિયાન પાલખીનો છત્ર પણ તૂટી ગયું હતું.

પ્રયાગરાજમાં થયેલી આ ઘટનાને લઈને ખેડા જિલ્લામાં તેમના અનુયાયીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા નજીક શંકરાચાર્ય નગરમાં નિયમિત રીતે શંકરાચાર્ય આવે છે અને તેમના અનુયાયીઓ સાથે મુલાકાત કરે છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તેમના નિવેદનોને લઈને પણ અનેકવાર ચર્ચામાં રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *