‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે CJP ના પ્રમુખ નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્યા શિંદેની ધરપકડ કરી લીધી હતી. અજિંક્ય શિંદેને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર વિસ્તારમાં પ્રદર્શન કરનાર કોકરોચ જનતા પાર્ટી ના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અંજિક્ય શિંદે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. SEM કોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ FIR માં અગાઉ શાંતિ જાળવવા માટે આપવામાં આવેલા પીસ બોન્ડની શરતોના ભંગ અંગેની કલમો પણ સામેલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે CJP ના કાર્યકર્તાઓએ સુરક્ષા ઘેરાને વટાવીને જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
CJPની કાનૂની ટીમનાં પ્રમુખ રત્ના સિંહે X પર જણાવ્યું કે ત્રણેય પર પરવાનગી વિના જંતર-મંતરમાં પ્રવેશવા, બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરવા અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાના આરોપો છે. તેમને તિહાડ જેલમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. દાસ અને રાંકાને 10 ઓક્ટોબરે ફ્લાઇટમાંથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ત્રણ કાર્યકરોએ બેરિકેડિંગવાળા વિરોધ સ્થળમાં પ્રવેશ કર્યો અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા બાદ પોલીસે FIR નોંધી હતી. તાજેતરમાં જ જંતર-મંતરને નિર્ધારિત વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કરીને તે વિસ્તારમાં પ્રવેશવા બદલ મંગળવારે સવારે સૌરભ દાસ, આશુતોષ રંકા અને CJPના અન્ય કેટલાક સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.
https://twitter.com/i/broadcasts/1PJqrNmnbzbxb
શરૂઆતની અટકાયત બાદ, ત્રણેયને અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ૨૪ કલાકની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં અટકાયતને ‘પ્રિવેન્ટિવ એરેસ્ટ’ (અટકાયતી ધરપકડ)માં ફેરવવામાં આવે છે. તેમને સવારે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે પોલીસ કોર્ટને સૌરભ દાસ અને આશુતોષ રંકા દ્વારા જામીન બોન્ડની શરતોના ઉલ્લંઘન વિશે જાણ કરશે, કારણ કે SEM કોર્ટે તેમને માત્ર ચાર દિવસ પહેલા જ શરતી જામીન આપ્યા હતા. પરિણામે, કોર્ટ આ વખતે વધુ કડક શરતો લાદી શકે છે.
