ગાયોને બચાવવા જતાં પિકઅપ-ડમ્પર વચ્ચે ટક્કર: આઠ શ્રમિકોનાં મોત, 32 ઘાયલ

મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ એક અત્યંત કરૂૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. છીમકા ગામ નજીક શ્રમિકોથી ભરેલી પિકઅપ…

મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ એક અત્યંત કરૂૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. છીમકા ગામ નજીક શ્રમિકોથી ભરેલી પિકઅપ ગાડી અને સામેથી આવી રહેલા ઝડપી ડમ્પર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 કમનસીબ શ્રમિકએ સ્થળ પર જ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે 32 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતાં વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ દર્દનાક અકસ્માત રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, હાઈવે પર અચાનક રસ્તા વચ્ચે બેઠેલા ગાયોના ટોળાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પિકઅપ ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને સામેથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પર સાથે ગાડી અથડાઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અડધી રાત્રે ચીસિયારોથી આખો હાઈવે ગૂંજી ઊઠ્યો હતો.

મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ શ્રમિક ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના વતની હતા. તેઓ ડાંગરની રોપણીનું મજૂરી કામ પૂરું કરીને પોતાના વતન અને પરિવાર પાસે પરત ફરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *