તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર-ફાઈલોના ઉપયોગ પર તબક્કાવાર પ્રતિબંધ

ગુજરાત સરકારે પર્યાવરણનું રક્ષણ કરવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનું પ્રદૂષણ રોકવા માટે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા તાજેતરના…

ગુજરાત સરકારે પર્યાવરણનું રક્ષણ કરવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનું પ્રદૂષણ રોકવા માટે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, સચિવાલયના તમામ વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, બોર્ડ-નિગમો, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને પ્લાસ્ટિક-આધારિત ફાઈલોના ઉપયોગને તબક્કાવાર રીતે ઘટાડીને સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના પરિપત્રમાં જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક કુદરતી રીતે નાશ પામતું ન હોવાથી(Non-biodegradable) પર્યાવરણને લાંબા ગાળે ગંભીર નુકસાન પહોંચાડે છે. ભારત સરકારના ‘પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986’ અને ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ્સ, 2016’ ની જોગવાઈઓ તેમજ ‘સ્વચ્છ ભારત મિશન’ ના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને આ પર્યાવરણલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે.
સરકારી કચેરીઓમાં દૈનિક કામગીરી દરમિયાન પ્લાસ્ટિક સ્ટેશનરીના વિકલ્પ તરીકે કાગળ (ઙફાયિ), શણ (ઉીંયિં) અથવા કાપડ (ઈહજ્ઞવિં) માંથી બનેલા ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ +ફાઈલ કવરોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કચેરીઓમાં હાલમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક સામગ્રીનો સ્ટોક પૂર્ણ થયા બાદ, નવી ખરીદીમાં માત્ર ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો જ ખરીદવાની ખાતરી સંબંધિત અધિકારીઓએ કરવાની રહેશે. આ આદેશનો તાત્કાલિક અને ચુસ્ત અમલ કરાવવા માટે તમામ અગ્ર સચિવો, સચિવો અને વિભાગીય વડાઓને જાણ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *