પ્રથમ ચરણમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ સીધો અગિયાર રૂા.નો ઉછાળો: વિમાની ઇંધણનો ભાવ ડબલ
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પ્રીમિયમ ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. સાથોસાથ વિમાની ઇંધણના ભાવ ડબલ થઇ ગયા છે.
ઈન્ડિયન ઓઈલના સૌથી શક્તિશાળી 100-ઓક્ટન પ્રીમિયમ ફ્યુઅલ XP100 ના ભાવમાં લિટર દીઠ Rs 11 નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ Rs 149 માં મળતું આ પેટ્રોલ હવે Rs 160 પ્રતિ લિટરના ભાવે મળશે. આ હાઈ-પર્ફોર્મન્સ ફ્યુઅલ મુખ્યત્ત્વે લક્ઝરી કાર અને સુપરબાઈક્સમાં વપરાય છે. તેવી જ રીતે, પ્રીમિયમ ડીઝલ વેરિઅન્ટ Xtra Green ના ભાવમાં પણ વધારો થયો છે, જે હવે Rs 91.49 થી વધીને Rs 92.99 પ્રતિ લિટર પર પહોંચ્યું છે. બીજી તરફ, કોમર્શિયલ કઙૠ સિલિન્ડરના ભાવમાં પણ મોટો ઝટકો લાગ્યો છે.
19-સલ ના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1 એપ્રિલથી વધીને Rs 2,078.50 થયો છે, જે 1 માર્ચના રોજ Rs 1,768.50 હતો. આમ, એક જ મહિનામાં આશરે Rs 300 થી વધુનો વધારો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના (14.2-સલ) સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે દિલ્હીમાં Rs 913 પર સ્થિર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના વધતા ભાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. દિલ્હીમાં ATFનો નવો ભાવ Rs 2,07,341.22 પ્રતિ કિલોલિટર થયો છે.
(અંદાજે બે લાખ, સાત હજાર) આંતરરાષ્ટ્રીય રૂૂટ પર ઉડતી ડોમેસ્ટિક એરલાઈન્સ માટે ATFના દરો Rs 816 થી સીધા વધીને Rs 1,690 પ્રતિ કિલોલિટર થયા છે, જે લગભગ બમણાંથી પણ વધુ છે. ઈંધણના વધતા ભાવ અને અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે નિવેદન બહાર પાડીને લોકોને ગભરાઈને ખરીદી ન કરવા અપીલ કરી છે. મંત્રાલયે ખાતરી આપી છે કે દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે.
