પેટ્રોલિયમ-ગેસ કંપનીઓએ રોજેરોજ સ્ટોકની માહિતી સરકારને આપવી પડશે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા પુરવઠા પર અસર થતાં દેશમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો…

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા પુરવઠા પર અસર થતાં દેશમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા ઊર્જા સંબંધિત તમામ માહિતી હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણવામાં આવશે અને કંપનીઓ માટે આ માહિતી સરકાર સાથે વહેંચવી ફરજિયાત બનાવવામાં આવી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક વાયુ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ હેઠળ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રની રિફાઈનરી કંપનીઓ, દ્રવીકૃત પ્રાકૃતિક વાયુ આયાતકર્તાઓ, પાઇપલાઇન સંચાલકો, શહેર ગેસ વિતરણ કંપનીઓ અને પેટ્રોરસાયણ કંપનીઓએ નિયમિત રીતે વિગતવાર માહિતી આપવી પડશે. આ માહિતીમાં ઉત્પાદન, આયાત, સંગ્રહ અને વપરાશ સંબંધિત આંકડાઓનો સમાવેશ થશે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે હોર્મુઝ જળમાર્ગ પ્રભાવિત થતાં તેલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ આવ્યો છે. ભારત પોતાની જરૂૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે, જેમાં કાચા તેલ, પ્રાકૃતિક વાયુ અને કઙૠનો મોટો હિસ્સો ખાડી દેશોથી આવે છે. આ માર્ગ પ્રભાવિત થતાં દેશમાં ઊર્જા પુરવઠા પર સીધી અસર પડી રહી છે. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ પુરવઠામાં આવતા વિક્ષેપો પર ઝડપથી કાર્યવાહી કરવી, વીજ ઉત્પાદન, ખાતર અને ઘરેલુ ગેસ જેવી જરૂૂરી સેવાઓને પ્રાથમિકતા આપવી અને યોગ્ય ખરીદીના નિર્ણયો લેવો છે. આ માટે એક કેન્દ્રિય પ્રણાલી બનાવવામાં આવશે, જેમાં તાત્કાલિક માહિતી ઉપલબ્ધ રહેશે. આ આદેશ આવશ્યક વસ્તુ કાયદા હેઠળ જારી કરવામાં આવ્યો છે, જે સરકારને ઉત્પાદન, પુરવઠા, સંગ્રહ અને ઉપયોગ સંબંધિત માહિતી મેળવવાનો અધિકાર આપે છે. સરકારનું માનવું છે કે ઊર્જા સુરક્ષા માટે પારદર્શિતા અને સમયસર માહિતી ખૂબ જ જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *