નોકરિયાત વ્યક્તિઓ માટે, PF માત્ર બચતનું સાધન જ નથી, પરંતુ નિવૃત્તિ પછી એક આર્થિક સુરક્ષા કવચ તરીકે પણ કામ કરે છે. અત્યાર સુધી, મોટાભાગના કર્મચારીઓ નિવૃત્તિ સમયે તેમના PF ખાતામાં જમા થયેલી સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી લેતા હતા. જોકે, હવે EPFO એક ફેરફાર લાવી રહ્યું છે. સરકારની આ નવી પહેલ હેઠળ, નિવૃત્ત થનારા કર્મચારીઓને તેમની ઙઋની રકમ એકસાથે ઉપાડવાને બદલે હપ્તામાં મેળવવાનો વિકલ્પ મળશે. ખાસ વાત એ છે કે, આ હપ્તાઓ પર ટેક્સમાં રાહત આપવાની પણ યોજના છે.
આ નિર્ણય 19 નવેમ્બર 2026ના રોજ શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી EPFOના ’સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ’ (CBT)ની 240મી બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેમાં ’સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન’ (SWP)ને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, હપ્તામાં ઉપાડવામાં આવતી રકમ અંગેના ટેક્સ નિયમોને સરળ બનાવવા માટે નાણા મંત્રાલય સાથે ચર્ચા શરૂૂ કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે.
આ વ્યવસ્થાનો ફાયદો એ છે કે કર્મચારીઓએ નિવૃત્તિ સમયે પોતાની તમામ બચત એકસાથે ઉપાડવાની જરૂૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ પોતાની જમા રકમને ખાતામાં રાખી શકે છે અને નિયમિત અંતરાલે હપ્તામાં રકમ મેળવી શકે છે. ખાતામાં બાકી રહેલી રકમ પર ઊઙઋના નિયમો અનુસાર વ્યાજ મળતું રહેશે. ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ કર્મચારી નિવૃત્તિ સમયે તેના PF ખાતામાં ₹20 લાખની જમા રકમ ધરાવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ એકસાથે પૂરેપૂરી રકમ ઉપાડવાને બદલે, પોતાની જરૂૂરિયાત મુજબ હપ્તાઓમાં રકમ ઉપાડી શકશે.
સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન હેઠળ માસિક ઉપાડ: ખાતામાંથી દર મહિને એક નિશ્ચિત રકમ ઉપાડી શકાય છે. અથવા દર 3 મહિને રકમ ઉપાડવાનો વિકલ્પ મળી રહેશે. એ ઉપરાંત ત્રીજા વિકલ્પમાં દર 6 મહિને એકવાર રકમ ઉપાડી શકાય છે.
આ નવી યોજના અંગેનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કરવેરા (ટેક્સેશન) ને લગતો છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે હપ્તા આધારિત PF ઉપાડની આ વ્યવસ્થા માટેના કર-સંબંધિત નિયમો સ્પષ્ટ અને સરળ હોય. આ સંદર્ભમાં, શ્રમ મંત્રાલય દ્વારા આવકવેરા કાયદામાં જરૂૂરી સુધારાઓ કરવા માટે નાણાં મંત્રાલયને પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યો છે.
જો કે, આ ’સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન’ (SWP) હેઠળ મળતો દરેક હપ્તો સંપૂર્ણપણે કરમુક્ત હશે તેમ કહેવું ઉતાવળ ગણાશે. સરકારે હજુ સુધી આ અંગેના અંતિમ નિયમો જાહેર કર્યા નથી. વર્તમાન નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિએ સતત પાંચ વર્ષની સેવા પૂર્ણ કરી હોય, તો અમુક પાત્રતા માપદંડોને આધીન રહીને PFમાંથી કરવામાં આવતા ઉપાડ સામાન્ય રીતે કરમુક્ત હોય છે. બીજી બાજુ, 5 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં કરવામાં આવતા ઉપાડ પર ટેક્સ લાગી શકે છે. તેથી, આ નવી વ્યવસ્થા હેઠળ મળતા હપ્તાઓ અને ખાતામાં બાકી રહેલી રકમ પર મળતા વ્યાજ પર કઈ રીતે ટેક્સ લાગશે, તે નાણાં મંત્રાલય દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારે જ સ્પષ્ટ થશે.
