દિલ્હીની રેસ્ટોરન્ટમાં આગથી બચવા લોકો બારીમાંથી કૂદ્યા, બાળકોને ફેંક્યા

દિલ્હીના મૌજપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે લગભગ 10:34 વાગ્યે ઉધમ રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. આગ લાગતાં જ કેટલાક લોકો જીવ બચાવવા માટે પહેલી માળની બારીમાંથી…

દિલ્હીના મૌજપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે લગભગ 10:34 વાગ્યે ઉધમ રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. આગ લાગતાં જ કેટલાક લોકો જીવ બચાવવા માટે પહેલી માળની બારીમાંથી કૂદવા લાગ્યા. ઘટનાના વીડિયો સામે આવ્યા છે. તેમાં લોકો પોતાનાં બાળકોને પણ પહેલી માળેથી નીચે ફેંકતા જોવા મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. માહિતી મળતાં ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, રેસ્ટોરન્ટના કર્મચારીઓએ તે પહેલાં જ આગ બુઝાવી દીધી હતી. આગ લાગવાના કારણો જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. બનાવ સમયે રેસ્ટોરન્ટના 40-50 લોકો હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *