વેરાવળમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થયાના મેસેજ વાયરલ થતા લોકોમાં ફફડાટ

વેરાવળ શહેરમાં છેલ્લા 48 કલાક થી છોકરા પકડવા વાળી ગેંગ ઝડપાઈ હોય તેવો વીડીયો તથા લખાણ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહેલા જેથી ગભરાટ ફેલાયો હોય…

વેરાવળ શહેરમાં છેલ્લા 48 કલાક થી છોકરા પકડવા વાળી ગેંગ ઝડપાઈ હોય તેવો વીડીયો તથા લખાણ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહેલા જેથી ગભરાટ ફેલાયો હોય ત્યારે શહેર પોલીસે જણાવેલ કે આવી કોઈ ગેંગ ઝડપાય નથી ફક્ત અફવા છે આવા સોશિયલ મીડિયા ના સમાચારો થી કોઈ ગભરાવવાની જરૂૂર નથી પોલીસ સુરક્ષા માટે કાર્યરત છે.

વેરાવળ માં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં છોકરા પકડવા વાળી ગેંગ ઝડપાય છે જેથી વાલી એ સાવધાની રાખવી તેવું બતાવે છે આ વીડીયો વાયરલ થતા શહેરભરમાં ભય અને ગભરાટ જોવા મળેલ છે વાલીઓને પોતાના નાના બાળકોને ઘરની બહાર પણ જવા દેતા નથી. આ વીડિયોને લઈને ચર્ચા ચાલી રહેલ હતી.

આ અંગે પી.આઈ જે.એમ.ગઢવી એ જણાવેલ કે, આવી કોઈ ગેંગ મળેલ પણ નથી અને શહેર માં આવા કોઈ અજાણી મહીલા ઓ પણ જોવા મળેલ નથી પોલીસ શહેરીજનો ની સુરક્ષા માટે પેટ્રોલીગ કરી રહેલ છે આ ફકત વીડીયો વાયરલ થયેલ છે તે હકીકત નથી કે સાચી વાત નથી શહેર ના બાળકોની સુરક્ષા ને પ્રાધાન્ય અપાય છે કોઈએ પણ આવા સોશિયલ મીડિયા ખોટા વીડીયો થી ભય અને ગભરાટ માં આવવું નહી તેમ છતા કોઈ અજાણી મહિલા કે પુરુષ કોઈ વિસ્તારમાં જોવા મળે તો નજીક ના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો આવા વીડિયો સોશ્યલ મીડીયામાં ફેરવે તે ગંભીર છે કોઈપણ વીડીયો આવે તો તેની ખરાઈ કરવી જોઈએ ત્યારબાદ વીડીયો મુકવો જોઈએ તેમ અંત જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *