લગ્ન નોંધણી કાયદામાં સુધારો નહીં થાય તો વિધાનસભા ઘેરાવની પાટીદારોની ચિમકી

મહેસાણાના બલોલમાં મહાસંમેલન યોજાયું, લગ્ન માટે દીકરીની ઉંમર 21 વર્ષ કરવાની માંગ સાથે જેલમાં જવું પડે તો પણ લડી લેવાની જાહેરાત કરતા લાલજી દેસાઇ મહેસાણાના…

મહેસાણાના બલોલમાં મહાસંમેલન યોજાયું, લગ્ન માટે દીકરીની ઉંમર 21 વર્ષ કરવાની માંગ સાથે જેલમાં જવું પડે તો પણ લડી લેવાની જાહેરાત કરતા લાલજી દેસાઇ

મહેસાણાના બલોલમાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માગ માટે પાટીદારોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યાં હતા. આ પ્રસંગે લાલજી પટેલે તમામને લગ્ન નોંધણીમાં સુધારા અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. તેમજ મોબાઈલ પર કંટ્રોલ રાખવા સૂચના આપી. સાથે જ દીકરીના મોબાઈલ પાસવર્ડની પરિવારને જાણ કરવા માટે પણ અપીલ કરી. મહાસંમેલનમાં લાલજી પટેલે કહ્યું હતું કે, કોરોના ચીનથી ભારતમાં પહોંચ્યો અને ગામડે ગામડે આવ્યો.

પ્રેમ રોગ ક્યાંથી આવશે એ ખબર નહિ પડે. તો તમામને લગ્ન નોંધણીમાં સુધારા અભિયાનમાં જોડાવવા મારી અપીલ છે. મોબાઈલના કારણે આ પ્રકારના કિસ્સા વધતા હોવાનું તારણ છે. લાલજી પટેલે મહાસંમેલનમાં 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષની કરવાની માંગ કરી. તેઓએ કહ્યું કે, હાલ સૌથી વધુ પ્રશ્ન યુવા દીકરીઓ ભાગવાની ફરિયાદ મળે છે જે ન બને તે પ્રયાસ કરવા જોઈએ. માતાપિતાની સહમતી વગર લગ્ન નોંધાણીના દાખલા ન આપવા. સરકાર 15 દિવસથી સમાજને લોલીપોપ આપે છે. કેબિનેટમાં સુધારો આવશે પણ હજુ આવ્યો નથી. હું તમામને કહેવા માગું છું કે, આ પાટીદારનો પ્રશ્ન નથી, સર્વ જ્ઞાતિની દીકરીનો પ્રશ્ન છે.

લાલજી પટેલે જણાવ્યું હતું કે, સરકારને કહેવા માગું છું કે લગ્ન નોંધણીમાં સુધારો ન આવે તો સચિવાલય ઘેરવા તૈયાર છે. મહેસાણાથી ગાંધીનગર કુચ કરી વિધાનસભા ઘેરીશું. દીકરીને કોઈપણ લઈ જાય તે ચલાવી લેવામાં નહિ આવે. લગ્ન નોંધણી માટે જ્યાં જવાનું થાય કે લળમભ ભરવાનું હોય તો કરીશું. સરકારને કહેવા માગું કે આ ભાડેની ભીડ નથી, આ સ્વયંભૂ સમાજ માટે આવેલ ભીડ છે. આગળ 4 આંદોલન સફળ કર્યા આ આંદોલન પણ સફળ કરીશું. જેલમાં જવું પડે જે જીવ આપવો પડે આપીશું અને દિકરી માટે કામ કરીશું. આ થવાથી ખબર પડશે કે 2015 વાળી થઈ રહી છે. લાલો નામની ગુજરાતી ફિલ્મનો ઉલ્લેખ કરીને લાલજી પટેલે કહ્યું હતું કે, લાલો મુવી કોને જોયું મોટા ભાગે તો સવાલ કરાયો કે લાલો મુવીના કલાકારો તમને કઈ આપશે નહિ ને તો જાગો. નડિયાદથી નીકળેલ સરદાર સાહેબ નો રથ આવવવાનો હતો જ્યાં 250 લોકો મહેસાણા આવ્યા અને રાધનપુર લાલો મુવીના કલાકાર આવવાના હતા ત્યાં પગ મુકવાની જગ્યા નહિ તેટલી ભીડ હતી. લાલો મુવીના કલાકાર મદદ કરશે કે તાલ ના લાલા એવા કાર્યકર મદદ કરશે સમજો.

દીકરીના મોબાઇલના પાસવર્ડની પરિવારને જાણ હોવી જોઇએ
મોબાઈલ પર કંટ્રોલ રાખવા લાલજી પટેલે સમાજને સૂચન કર્યું. તેઓએ કહ્યું કે, દીકરીના મોબાઈલ પાસવર્ડની પરિવારને જાણ હોવી જોઈએ. દીકરી કોઈ ખરાબ હોતી નથી, પણ અસામાજિક તત્વો દીકરીને ફરવા લઈ જઈ ફોટો પાડી બ્લેકમેલ કરતા હોય છે. આજે એક દીકરીને વિધર્મી જોડેથી પકડી લવાયા છે. પાટીદાર અનામત આંદોલનમાં સહકાર આપ્યો અને ભેગા થયા તે વર્લ્ડ રેકોર્ડ છે. સમાજને જે લાભ મળ્યો તે શહીદ 14 દીકરા અને આંદોલનમાં સહકાર આપનારને આભાર અને અભિનંદન. લગ્ન નોધણીના કાયદામાં સુધારો ન આવે તો સમાજ આંદોલન કરવા તૈયાર છે. જાલ ને 80 ટકા અન્ય સમાજની દીકરીઓ અને 20 ટકા પાટીદાર દીકરી જતી રહેતી હોવાની ફરિયાદ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *