પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પતિ સાથે બેસી સમાજને પડકારતું ગીત લલકાયુર્ં

વીડિયો પોસ્ટ કર્યો, સુરતના કાર્યક્રમનો સમાજે વિરોધ કર્યો હતો પાટીદાર સિંગર આરતી સાંગાણીએ બીજી જ્ઞાતિમાં લગ્ન કરતા તેને પોતાના જ સમાજના વિરોધનો સામનો કરવો પડી…

વીડિયો પોસ્ટ કર્યો, સુરતના કાર્યક્રમનો સમાજે વિરોધ કર્યો હતો

પાટીદાર સિંગર આરતી સાંગાણીએ બીજી જ્ઞાતિમાં લગ્ન કરતા તેને પોતાના જ સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે આરતીએ પોતાના સુખી લગ્ન જીવનનું ઉદાહરણ આપતો વીડિયો શેર કર્યો છે. જેમાં આરતી સાંગાણી પતિની બાજુમાં બેસીની ગીત લલકારતી જોવા મળી.

હાલ સમગ્ર ગુજરાતમાં પાટીદાર દીકરીઓના પ્રેમલગ્ન મામલે સમાજે બાંયો ચઢાવી છે. ત્યારે સુરતમાં સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મામલો હજી ગરમ છે. ભારે વિવાદ વચ્ચે વધુ એક આરતીનો એક વીડિયો સામે આવ્યો છે. અન્ય જ્ઞાતિમાં પ્રેમલગ્ન કરનાર આરતી પટેલે વધુ એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં આરતી પટેલ પોતાના પતિ સાથે ગીત ગાતા દેખાઈ રહી છે. થોડા દિવસ પહેલા સુરતમાં પાટીદાર યુવાનોએ આરતી સાંગાણીના કાર્યક્રમ સ્થળ બહાર પહોંચીને વિરોધ કર્યો હતો. સુરતના મોટીવેડ સિલ્વર ફાર્મ ખાતે સુરાણી પરિવારના લગ્ન ગીતમાં આરતી હાજરી આપવાની હતી. આરતી સાંગાણી ગીત ગાવા આવે તે પહેલા જ કાર્યક્રમ રદ કરાયો હતો. મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો વિરોધ કરવા ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *