પાઇલટ લાપતા થઇ જતાં મુસાફરો પાંચ કલાક વિમાનમાં ગોંધાઇ રહ્યા

ચેન્નાઈથી સિંગાપોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં 200 થી વધુ મુસાફરોને વિમાનની અંદર લગભગ પાંચ કલાક રાહ જોવાની ફરજ પડી હતી, જે તે રૂૂટ માટે નિર્ધારિત ફ્લાઇટ…

ચેન્નાઈથી સિંગાપોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં 200 થી વધુ મુસાફરોને વિમાનની અંદર લગભગ પાંચ કલાક રાહ જોવાની ફરજ પડી હતી, જે તે રૂૂટ માટે નિર્ધારિત ફ્લાઇટ સમયગાળા કરતાં વધુ હતો. વિલંબ અને અસુવિધાથી મુસાફરો ગુસ્સે ભરાયા હતા અને આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.ઇન્ડિગોની ફ્લાઇટ 6E1025 સવારે 7:30 વાગ્યે ચેન્નાઈથી સિંગાપોર જવા માટે રવાના થવાની હતી. પાયલોટે એકાએક કોઇ રહસ્યમય કારણસર પોતાની ફરજ છોડી દેતા બીજા પાયલોટની વ્યવસ્થા કરવામાં બહુ સમય લાગ્યો હતો.

સવારે 6:30 વાગ્યે બોર્ડિંગ શરૂૂ થયું અને મુસાફરોએ તેમની બેઠકો લીધી. જોકે, ફ્લાઇટ સમયસર ઉપડી ન હતી અને મુસાફરો બપોરે 12:00 વાગ્યા સુધી કેબિનમાં બેઠા રહ્યા. જે બાદ ફ્લાઇટ રવાના થઈ. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વિડિયોમાં મુસાફરો એરલાઇન સ્ટાફને ફરિયાદ કરતા જોવા મળ્યા હતા. કેટલાક મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે કેબિન એર ક્ધડીશનર વારંવાર બંધ થઈ રહ્યું હતું જેના કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહેવાલ મુજબ કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે તેમને વિલંબના ચોક્કસ કારણ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. એક મુસાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે એરલાઇન તરફથી યોગ્ય વાતચીતનો અભાવ હતો.

મુસાફરોએ લાંબી રાહ જોવા દરમિયાન ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને કામ કરતા વ્યક્તિઓમાં નોંધપાત્ર અસુવિધાનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓએ અસુવિધાને કારણે ઉતરવાની પરવાનગી માંગી હતી ત્યારે તેમને લાંબા સમય સુધી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વિડિયોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે કેટલાક મુસાફરોએ વિલંબ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે એરલાઇન સ્ટાફે ઈઈંજઋ કર્મચારીઓને બોલાવવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *