સંસદમાં ગઇકાલે થયેલી ધક્કામુક્કી બાદ આજે શિયાળુ સત્રના છેલ્લા દિવસે ફરી એકવાર ઈં.ગ.ઉ.ઈં.અ. ગઠબંધન અને એનડીએ વચ્ચે ભારે માથાકૂટ જોવા મળી રહી છે. એક તરફ વિજય ચોકથી સંસદ સુધી વિપક્ષના સાંસદોએ રેલીનું આયોજન કરી દેખાવો કર્યા તો બીજી બાજુ એનડીએના સાંસદોનું એક મોટું જૂથ સંસદના પરિસરમાં જ કોંગ્રેસ વિરુદ્ધ દેખાવ કરી રહ્યું હતું.
બીજીતરફ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે વિશેધાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટીસ આપી વિશેષાધીક સમિતિનો અહેવાલ ન મળે ત્યાં સુધી તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા પણ માગણી કરી છે. તેમણે વિપક્ષના નેતા સામે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને વિકૃત કરી એકસ પર પોસ્ટ કરવાનો આક્ષેપ કર્યો છે.કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરા અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડો. બી. આર. આંબેડકર વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી સામે ઈં.ગ.ઉ.ઈં.અ. ગઠબંધનના સાથી પક્ષો અને સાંસદો દ્વારા આયોજિત દેખાવોમાં સામેલ થયા હતા. તેમણે ગઠબંધન વતી અમિત શાહના રાજીનામા અને માફીની માગ કરી હતી.
ભાજપ સાંસદોને ધક્કો મારવાના મામલામાં પાર્ટી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઇઆર પર કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, ગૃહમંત્રી જે કહેશે તે દિલ્હી પોલીસ કરશે. ગૃહમંત્રીએ બી. આર. આંબેડકરનું અપમાન કર્યું અને અમે બધાએ તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી.
ગઈકાલે સંસદમાં સાંસદો વચ્ચે થયેલી અથડામણ પર સપાના સાંસદ જયા બચ્ચને કહ્યું, આ લોકો દ્વારા તૈયાર કરાયેલી ઘટના હતી. તેઓ લોકોને સીડી પર ચઢતા રોકી રહ્યા હતા. તેઓ ધક્કો મારી રહ્યા હતા અને ધક્કો મારી રહ્યા હતા કોઈ બીજાને કેવી રીતે પછાડી શકે? હું તેનો સાક્ષી હતો અને ભાજપ સાંસદોને ત્યાં જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો.