મીરાબાઇ ચાનુએ 199 કિલો વજન ઉંચકી જીત્યો સિલ્વર

ભારતની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર, મીરાબાઈ ચાનુ, છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક અને શારીરિક તણાવનો સામનો કરી રહી છે. પેરિસ ઓલિમ્પિક્સમાં અને તે પહેલાં, 2023 એશિયન ગેમ્સમાં…

ભારતની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર, મીરાબાઈ ચાનુ, છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક અને શારીરિક તણાવનો સામનો કરી રહી છે. પેરિસ ઓલિમ્પિક્સમાં અને તે પહેલાં, 2023 એશિયન ગેમ્સમાં ચોથા સ્થાને રહીને તેણી નિરાશ થઈ હતી. હવે, તેણીએ આખરે નોર્વેના ફોર્ડેમાં ચાલી રહેલી વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. સ્પર્ધાના ઇતિહાસમાં આ તેણીનો ત્રીજો મેડલ છે.

તે કુંજારાણી દેવી (7) અને કર્ણમ મલ્લેશ્વરી (4) પછી બેથી વધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતનારી ત્રીજી ભારતીય વેઈટલિફ્ટર બની છે. 48 કિગ્રા શ્રેણીમાં, મીરાબાઈ ચાનુએ કુલ 199 કિગ્રા વજન ઉપાડીને બીજા સ્થાને રહી. તે ઉત્તર કોરિયાની રી સોંગ ગમથી પાછળ રહી ગઈ. રી સોંગે કુલ 213 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનની થાન્યાથને બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્નેચ રાઉન્ડ પછી, ચીની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુથી 4 કિલોગ્રામ આગળ હતી. જોકે, મીરાબાઈએ ક્લીન એન્ડ જર્કમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને કુલ 1 કિલોગ્રામની લીડ સાથે ભારત માટે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *