પરિમલભાઈ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

પરિમલભાઈ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા તેમની ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં…

પરિમલભાઈ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા તેમની ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. પરિમલભાઈ નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે. પરિમલ નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની “કર્મભૂમિ” તરીકે જાહેર કરી છે.

પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ આદિત્ય સાહુ, ઝારખંડ વિધાનસભામાં ભાજપના નેતા બાબુલાલ મરાંડી, ભાજપના મુખ્ય વ્હીપ નવીન જયસ્વાલ તેમજ ભાજપ અને ગઉઅના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો પોતાના આ વિજયમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.

રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે પરિમલભાઈ નથવાણીએ કહ્યું હતું કે “અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનજીર્વિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરવા માગીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શિક્ષણનો વિકાસ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રહેશે.”

વ્યાપક વિકાસલક્ષી કાર્યો ઉપરાંત, પરિમલ નથવાણી સંસદમાં ઝારખંડના સૌથી સક્રિય અને અવાજ ઉઠાવનારા પ્રતિનિધિઓમાંના એક રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમિયાન, તેમણે રાજ્યસભામાં ઝારખંડના વિકાસને લગતા 1,200થી વધુ પ્રશ્નો ઉઠાવ્યા છે, ગ્રામીણ વિકાસ, દુષ્કાળ વ્યવસ્થાપન, ગ્રામીણ કુપોષણ, માળખાગત સુવિધાઓમાં વિલંબ, ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ, યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓના આધુનિકીકરણ જેવા મહત્વપૂર્ણ પ્રાદેશિક અને રાષ્ટ્રીય મુદ્દાઓની આક્રમક ઢબે પ્રસ્તુતિ કરી હતી.
ઝારખંડમાંથી નથવાણી ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાઈ આવતા, આ રાજ્યે સંસદમાં એક બુલંદ, વિકાસ-લક્ષી અવાજ મેળવ્યો છે જે કોર્પોરેટ રોકાણ અને લક્ષ્યાંકિત જાહેર કલ્યાણ તેમજ વિકાસ પહેલો એ બંનેને ચલાવવા માટે સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *