જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત: ગોળીબારમાં એક અધિકારી સહિત 5 ભારતીયોમના મોત

    ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આડેધડ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો…

 

 

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આડેધડ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલામાંએક વરિષ્ઠ વહીવટી અધિકારી સહિત પાંચ લોકોના મોત થયાં છે.

આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારમાં એક વરિષ્ઠ વહીવટી અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજૌરીના અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજકુમાર થાપા અને તેમના બે સ્ટાફ શહેરમાં તેમના (થાપા)ના નિવાસસ્થાન પર શેલ પડતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં થાપાનું મૃત્યુ થયું હતું.

 

પાકિસ્તાન દ્વારા આખી રાત રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં ભારે હુમલા કરવામાં આવ્યા હતા જેના પગલે પાંચ લોકો શહીદ થઇ ગયા હતા. જ્યારે અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. શહીદ થનારાઓમાં રાજૌરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજ કુમાર થાપાનો પણ સમાવેશ થતો હતો. તેઓ પાકિસ્તાન દ્વારા કરાયેલા ભારે તોપમારામાં શહીદ થયા હતા. તેમના ઘરને નિશાન બનાવીને હુમલો કરાયો હતો.

https://x.com/PTI_News/status/1921023996105290224

અધિકારીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું, “રાજૌરીથી દુઃખદ સમાચાર મળ્યા. અમે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક વફાદાર અધિકારી ગુમાવ્યા છે. તેમણે (થાપા) ગઈકાલે નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લામાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને તેમણે ઓનલાઈન માધ્યમથી મારી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું, “રાજૌરી શહેરને નિશાન બનાવીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેમના (થાપા)ના નિવાસસ્થાન પર હુમલો થયો હતો અને અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજકુમાર થાપાનું મૃત્યુ થયું હતું. મારી પાસે મારા દુ:ખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *