સ્વીસ થિંક ટેન્કના ગહન અભ્યાસમાં ઘટસ્ફોટ, ભારતે સૈન્યને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા છતાં ભારતે હંમેશા આ મુદ્દા પર પોતાનું વલણ જાળવી રાખ્યું છે. ભારત સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાકિસ્તાને યુદ્ધવિરામનો ફોન કર્યો હતો અને વિનંતી કરી હતી. આ દાવાને વિશ્વભરના થિંક ટેન્ક અને નિષ્ણાતો સમર્થન આપતા રહ્યાં છે તેમાં ભારતના દાવાને વધુ એક પુષ્ટિ મળી છે.
હવે એક સ્વિસ થિંક ટેન્કે ભારતના દાવાની પુષ્ટિ કરી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે
કે ભારતની તાકાત અને કાર્યવાહીએ પાકિસ્તાનની સ્થિતિને એટલી ખરાબ કરી દીધી કે તેને યુદ્ધવિરામની વિનંતી કરવાની ફરજ પડી. સ્વિટ્ઝરલેન્ડના સેન્ટર ફોર મિલિટરી હિસ્ટ્રી એન્ડ પર્સ્પેક્ટિવ સ્ટડીઝનો આ અહેવાલ પણ ટ્રમ્પના દાવા પર શંકા વ્યક્ત કરે છે.
આ સ્વિસ થિંક ટેન્કે 88 કલાક ચાલેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષનું વિગતવાર વિશ્ર્લેષણ કર્યું છે. અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સે ભારત દ્વારા પાકિસ્તાનના એર ડિફેન્સ અને સ્ટ્રાઈક કેપેસિટીને વ્યવસ્થિત રીતે તોડી પાડવાના કાર્યને સંદિગ્ધ કરી દીધું હતું, જેના કારણે સમગ્ર ધ્યાન રાફેલ વિમાન તોડી પાડવાના પાકિસ્તાનના દાવાઓ પર કેન્દ્રિત થયું હતું.
અહેવાલ મુજબ ભારતે સૈન્યને યોજના બનાવવા અને જવાબ આપવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. પહેલગામ હુમલા બાદ, ભારતીય વાયુસેનાએ 7 મેની સવારે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પાકિસ્તાને હુમલાનો સામનો કરવા માટે ચીન પાસેથી મેળવેલા લાંબા અંતરના ઙક-15 એર-ટુ-એર મિસાઇલો અને એરબોર્ન પ્રારંભિક ચેતવણી વિમાનનો ઉપયોગ કર્યો.
પાકિસ્તાને શરૂૂઆતમાં વિજયનો દાવો કર્યો હોવા છતાં તે ભારતના વળતા હુમલાનો સામનો કરી શક્યું નહીં. SCALP-EG અને બ્રહ્મોસ જેવી સ્ટેન્ડઓફ ક્રુઝ મિસાઇલોએ પાકિસ્તાનના સપાટીથી હવામાં પ્રહાર કરતા મિસાઇલ નેટવર્ક અને રડાર કવરેજનો નાશ કર્યો. ત્યારબાદ ભારતે મુખ્ય પાકિસ્તાની હવાઈ મથકો પર હુમલો કરવાનું શરૂૂ કર્યું.
IACCCS નેટવર્ક અને સેનાની આકાશ તીર સિસ્ટમ, આકાશ, બરાક -8 અને જ-400 જેવી સ્તરવાળી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓનો પણ અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો. 10 મે સુધીમાં, પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને પાકિસ્તાન હવે લડાઈ લડવાની સ્થિતિમાં નહોતું. એક સ્વિસ થિંક ટેન્કનો દાવો છે કે પાકિસ્તાને ત્યારબાદ યુદ્ધવિરામની માંગણી કરી હતી.
