પહેલગામ હુમલા ભારતનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ

  પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો…

 

પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે.

https://x.com/ANI/status/1918551819992666510

સરકારના જાહેરનામાંમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ સંબંધિત વિદેશ વ્યાપાર નીતિ (FTP) 2023 માં એક જોગવાઈ કરવામાં આવી છે. જેથી નવા આદેશ સુધી તાત્કાલિક પ્રભાવથી પાકિસ્તાનમાં ઉત્પન્ન થતાં અથવા ત્યાંથી નિકાસ કરવામાં આવતા સામાન પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ આયાત અથવા પરિવહન પર પ્રતિબંધ લગાવી શકાય.’

DGFT (Directorate General of Foreign Trade)એ જાહેરનામાંમાં કહ્યું કે, ‘આ પ્રતિબંધિત રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વજનિક નીતિના હિતમાં લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં કોઈપણ પ્રકારના અપવાદ માટે ભારત સરકારની મંજૂરી લેવી પડશે.’ વિદેશ વ્યાપાર નીતિમાં ‘પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ’ શીર્ષક સાથે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

આ નિર્ણયની પાકિસ્તાનના અર્થતંત્ર પર મોટી અસર પડશે. પાકિસ્તાનનું અર્થતંત્ર પહેલેથી જ એક મોટા સંકટમાં છે. ભારતમાંથી આયાત પર પ્રતિબંધની સીધી અસર પાકિસ્તાનના કેટલાક ઉદ્યોગો પર પડશે, ખાસ કરીને જે ભારત પર નિર્ભર હતા. પાકિસ્તાનથી સીધા આયાત કરવામાં આવતા માલમાં સિમેન્ટ, સૂકા ફળોનો સમાવેશ થાય છે. આમાં ઈ-કોમર્સ દ્વારા ઓર્ડર કરાયેલ પાકિસ્તાની માલનો પણ સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે હવે પાકિસ્તાની માલ કોઈપણ માધ્યમથી ભારતમાં આવી શકશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *