અમરેલીના રાજુલા જનરલ હોસ્પિટલમાં આઉટ સોર્સના 5 કર્મચારીને કોન્ટ્રાકટની પેઢી એલ.ઓ.સી. સિક્યુરિટી સર્વિસ દ્વારા છુટા કરતા કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. 40 કરતા વધુ વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ એક દિવસની હડતાળ પાડી દેતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓ પાસે અલગ અલગ રૂૂપિયા રકમની માંગણી કરતા હોવાના આક્ષેપો સાથે રેકોર્ડિંગ ક્લીપ જાહેર કરવામાં આવી છે. રાજુલા હોસ્પિટલમાં પટાગણમા કર્મચારીઓ હડતાળ પર બેસી ગયા છે. અન્ય સામાજિક આગેવાનો છાવણીની મુલાકાત લઈ રહ્યા છે. હડતાળને પગલે રાજુલા પોલીસ દોડી આવી છે અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ હોસ્પિટલમાં અન્ય કર્મચારીઓને અન્ય કામગીરીમાં મૂકી દેવાયા છે કર્મચારી મનસુખભાઇએ જણાવ્યું કે, એજન્સી વાળા વેરિફિકેશનના બહાને અમદાવાદ બોલાવે છે અને પછી વેરિફિકેશન દરમિયાન કેટલાક કાગળિયા નથી તેમ કહીને રૂૂપિયા માંગવામાં આવે છે. ખાનગીમાં એક એકને બોલાવી પૈસા માંગે છે. કોઈ પહોંચ પણ આપતા નથી. પૈસા પાછા આપશો તેવું અમે પૂછ્યું તો એવું કહે મેં લીધા નથી અને તમે આપ્યા નથી, એવું કહેવાનું છે અત્યારે બીજી વાર બીજું વર્ષ અત્યારે ચાલુ થયું તો અત્યારે ફરીથી બધાને આવી રીતે બોલાવે છે અને પૈસા ન આપ્યે તો આ રીતે કોઈ બહાના કાઢી સસ્પેન્ડ કરી દે છે અમો તમામ કર્મચારી સતત 10 વરસ થી રાજુલા સરકારી હોસ્પિટલ માં નોકરી કરીએ છીએ ત્યારે કોઈ તકલીફ નથી પડી પણ અત્યારે રૂૂપિયા આપો તો જ નોકરી થાય બાકી છૂટા.. જો કે આજે બપોર બાદ રાજુલા ના ડેપ્યુટી કલેકટર ને પણ આવેદન પત્ર આપવામાં આવેલ છે અને હજુ જ્યાં સુધી આ વાત મો નિર્ણય નહિ આવે ત્યાં સુધી નોકરી ઉપર કોઈ નહિ આવે તેમજ જિલ્લા કલેકટરને રૂૂબરૂૂ મળવા જવાના અને જો ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન થશે
રાજુલા સરકારી હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દોડધામ
અમરેલીના રાજુલા જનરલ હોસ્પિટલમાં આઉટ સોર્સના 5 કર્મચારીને કોન્ટ્રાકટની પેઢી એલ.ઓ.સી. સિક્યુરિટી સર્વિસ દ્વારા છુટા કરતા કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. 40…
